વડગામ બીઆરસી ભવન ખાતે કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો
અટલ સમાચાર,વડગામ વડગામ તાલુકા મથકે આવેલા બીઆરસી ભવન ખાતે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ વડગામ દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડગામ ટીડીઓ એ.એચ.પરમાર દ્વારા કર્તવ્ય બોધ અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મહેન્દ્રસિંહ બારડ બી આર સી કો.ઓ.વડગામ તથા મુખ્ય વક્તા કૈલાસભાઈ ત્રિવેદી બૌદ્ધિક પ્રમુખ ગુજરાત પ્રાંત હાજર રહ્યા હતા. જેમાં મહેમાનોનું સ્વાગત
Jan 17, 2019, 11:53 IST

અટલ સમાચાર,વડગામ
વડગામ તાલુકા મથકે આવેલા બીઆરસી ભવન ખાતે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ વડગામ દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડગામ ટીડીઓ એ.એચ.પરમાર દ્વારા કર્તવ્ય બોધ અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મહેન્દ્રસિંહ બારડ બી આર સી કો.ઓ.વડગામ તથા મુખ્ય વક્તા કૈલાસભાઈ ત્રિવેદી બૌદ્ધિક પ્રમુખ ગુજરાત પ્રાંત હાજર રહ્યા હતા. જેમાં મહેમાનોનું સ્વાગત રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ વડગામના પ્રમુખ બાબુસિંહ રાણા દ્રારા કરવામાં આવ્યુ હતુ અને કાર્યક્રમનું સફળ સંચાલન નિલેશભાઈ શ્રીમાળી દ્રારા કરાયુ હતુ.