વિસનગરની સોસાયટીમાંથી દારૂની બોટલો મળી આવી
અટલ સમાચાર,વિસનગર વિસનગરની આઇટીઆઇ પાસે આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં આવેલ ઓરડીમાં પોલીસે બાતમીને આધારે રેડ કરતાં 55 બોટલ વિદેશી દારૂ અને 13 બોટલ બિયર સાથે ઠાકોર ભગાજી તખાજી ઝડપાઈ આવ્યો હતો. પોલીસ તપાસમાં ભગાજી 20 દિવસ પહેલા આ દારૂ અને બિયર મારવાડી ચંપારામ ઉર્ફે ચંપક ભગારામ પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દારૂ અને બિયર,
Dec 24, 2018, 11:36 IST

અટલ સમાચાર,વિસનગર
વિસનગરની આઇટીઆઇ પાસે આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં આવેલ ઓરડીમાં પોલીસે બાતમીને આધારે રેડ કરતાં 55 બોટલ વિદેશી દારૂ અને 13 બોટલ બિયર સાથે ઠાકોર ભગાજી તખાજી ઝડપાઈ આવ્યો હતો. પોલીસ તપાસમાં ભગાજી 20 દિવસ પહેલા આ દારૂ અને બિયર મારવાડી ચંપારામ ઉર્ફે ચંપક ભગારામ પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દારૂ અને બિયર, મોબાઈલ અને એક એક્સેસ મળી 60250નો મુદ્દામાલ કબજે લઇ બે વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.