શંખેશ્વરનાં ગરીબ વિસ્તારમાં વર્ષોથી ગંદાનાળાની સમસ્યા સામે તંત્ર બેધ્યાન
અટલ સમાચાર, પાટણ શંખેશ્વર શહેરના બોલેરા રોડ ઉપર આવેલ પાનવેચા વાસ પાસે છેલ્લા એકાદ વર્ષથી ગંદા પાણીનું નાળુ રહીશોને પરેશાન કરી રહ્યું છે. ભંયકર વાસને કારણે રહીશોનું માથુ ફાટી રહ્યું છે. રહેવાશી ઠાકોર બળદેવજી તથા બાબુજી સહિતનાએ અનેકવાર તાલુકા પંચાયત અને મામલતદાર સહિતની કચેરીએ અરજી આપી છતાં નાળુ સાફ કરી કાયમી નિકાલ કરવામાં આવતો નથી.
Dec 30, 2018, 17:44 IST

અટલ સમાચાર, પાટણ
શંખેશ્વર શહેરના બોલેરા રોડ ઉપર આવેલ પાનવેચા વાસ પાસે છેલ્લા એકાદ વર્ષથી ગંદા પાણીનું નાળુ રહીશોને પરેશાન કરી રહ્યું છે. ભંયકર વાસને કારણે રહીશોનું માથુ ફાટી રહ્યું છે. રહેવાશી ઠાકોર બળદેવજી તથા બાબુજી સહિતનાએ અનેકવાર તાલુકા પંચાયત અને મામલતદાર સહિતની કચેરીએ અરજી આપી છતાં નાળુ સાફ કરી કાયમી નિકાલ કરવામાં આવતો નથી.
નજીકની સંસ્થાઓ અને અન્ય લોકો દ્વારા નિકાલ થતું ગટરનું ગંદુ પાણી પાન વેચા નગરની અંદર આવી રહ્યું છે. ગરીબ લોકોની માંગ છે કે અમારા વિસ્તારમાં આવતુ ગંદુ પાણી બંધ કરવામાં આવે અને જો બંધ નહીં થાય તો આગામી દિવસોએ ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવામાં આવશે. સરકાર સ્વચ્છ ભારતની વાત કરી રહી છે ત્યારે પાનવેચા વિસ્તારની અંદર જિલ્લા આરોગ્ય અધિકારી રૂબરૂ મુલાકાત લે તેવી આ ગરીબ પરિવારની માંગ છે.