આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

પહેલા વર્ષની આ રેસિડેન્ટ ડોક્ટરે આજે હોસ્પિટલના વોર્ડ એફ-0માં ઉંઘની ગોળીઓ ખાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

સુરતમાં સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબે આત્હત્યાનો પ્રયાસ કર્યો હતો. સિવિલ હોસ્પિલમાં પહેલા વર્ષની રેસિડેન્ટ ડોક્ટરે કામના ભારણને કારણે ઉંઘની ગોળીઓ ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે મહિલા તબીબે વોર્ડ એફ-0 માં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે મેડિસિન વિભાગના તબીબોને પીડિતાને આઇસીયુમાં દાખલ કરી હતી. માનવામાં આવી રહ્યું છે. યુવતીની માનસિક વિભાગમાં સારવાર ચાલી રહી છે. મહિલા તબીબની તબિયત અત્યારે સુધારા ઉપર હોવાનું હોસ્પિટલના તબીબો જણાવી રહ્યા છે. (પ્રજ્ઞેસ વ્યાસ, સુરત )

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં સ્નેહા પુરોહિત PGનો આભ્યાસ કરે છે. પહેલા વર્ષની આ રેસિડેન્ટ ડોક્ટરે આજે હોસ્પિટલના વોર્ડ એફ-0માં ઉંઘની ગોળીઓ ખાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આ ઘટનાની મેડિસિન વિભાગને થતાં બેભાન હાલતમાં સ્નેહાને મેડિસિન આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. જેની સારવાર ચાલી રહી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્નેહાની માનસિક વિભાગમાં સારવાર ચાલી રહી હતી. દિવાળી દરમિયાન સ્નેહાનો પરિવાર તેને ઘરે લઇ ગયો હતો. કામના વર્ક લોડને કારણે પરિવારે સ્નેહાને મેડિસિન વિભાગનો ઉચ્ચ અભ્યાસ છોડી દેવાની પણ વાત કરી હતી. જોકે સ્નેહાએ અભ્યાસ ચાલું રાખ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, વર્ક લોડના કારણે સ્નેહાએ ઉંઘની ગોળીઓ ખાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. મેડિસિનના ફસ્ટ ય રેડન્ટશિપમાં ત્રણ ત્રણ રેસિડેન્ટ હોવા છતાં સ્નેહાને વર્ક લોડ લાગતો હતો.
મળતી માહિતી પ્રમાણે સાથે સાથે મેડિસિન વિભાગમાં સારામાં સારા ફેકલ્ટી હેડ તરીકે છાપ ધરાવતા છ યુનિટના અમિત ગામિતના માર્ગદર્શન હેઠળ સ્નેહા કામ કરતી હતી. સ્નેહાના આત્મહત્યાના પ્રયાસની ઘટનાથી ફેકલ્ટી મેમ્બર માનસિક તણાવમાં આવી ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત PGના તબીબ વિદ્યાર્થીઓ સાથે મિત્રતામાં રહેતા યુનિટ હેડ અમિત ગામીત પણ માનસિક તણઆવમાં આવી ગયા હોવાની વાત સામે આવી રહી છે.

29 Sep 2020, 1:35 AM (GMT)

COVID-19 Global Stats

33,542,559 Total Cases
1,006,090 Death Cases
24,871,741 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code