આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

સોમવારે શેરબજાર સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું. કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ 50.02 અંક સુધીના ઘટાડા સાથે 35692.05 પર ખુલ્યો અને ત્યાંજ નિફ્ટી 25.20 અંકના ઘટાડા સાથે તે 10728.80 પર ખુલ્યો.આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 689.60 અંક એટલેકે 1.89 ટકા ઘટીને 35742.07 પર અને નિફ્ટી 200.70 અંક એટલેકે 1.83 ટકા ઘટીને 10751.00 પર બંધ થયો. જાપાનની આગેવાનીમાં વધુમાં વધુ એશિયાઇ બજારોમાં ઘટાડાનો અસર શુક્રવારે ભારતીય શેરબજાર પર પણ જોવા મળ્યો.

બજાર માટે ગ્લોબલ સંકેત હાલમાં નરમ છે. એશિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે આજે જાપાનનું બજાર બંધ છે. SGX નિફ્ટી લગભગ 15 અંકની નીચે કારોબાર કરી રહ્યા છે. સરકારી શટડાઉનથી શુક્રવારે અમેરીકી બજાર ત્રણ અંક સુધી તૂટી બંધ રહ્યું હતું. કોરિયાઇ બજારનો ઇન્ડેક્સ કોસ્પી 0.25 ટકા ઘટ્યો છે. જ્યારેકે સ્ટ્રેટ્સ ટાઇમમાં 0.36 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તાઇવાન ઇન્ડેક્સ 9 અંક એટલેકે 0.09 ના ઘટાડા સાથે 9637.55 પર હાલમાં જોવા મળી રહ્યો છે. જોકે શંઘાઇ કમ્પોઝિટ 0.4 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code