દેશઃ કાશ્મીરમાં આજે અથડામણ 1 આતંકીનો ઠાર, 2 સુરક્ષાકર્મી શહીદ

અટલ સમાચાર, ડેસ્ક જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. આ અથડામણ દરમિયાન બે જવાનો પણ શહીદ થયા છે. માર્યા ગયેલા આતંકીઓમાંથી એક આતંકીની ઓળખ ત્રાલના રઈસદાર તરીકે થઈ છે. અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન અને એક જમ્મુ અને કાશ્મીર પોલીસના એસપીઓ શહીદ થયા
 
દેશઃ કાશ્મીરમાં આજે અથડામણ 1 આતંકીનો ઠાર, 2 સુરક્ષાકર્મી શહીદ

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. આ અથડામણ દરમિયાન બે જવાનો પણ શહીદ થયા છે. માર્યા ગયેલા આતંકીઓમાંથી એક આતંકીની ઓળખ ત્રાલના રઈસદાર તરીકે થઈ છે. અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન અને એક જમ્મુ અને કાશ્મીર પોલીસના એસપીઓ શહીદ થયા છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યાં મુજબ સુરક્ષાદળોને આતંકીઓ છૂપાયેલા હોવાના ઈનપુટ મળ્યા હતાં. ત્યારબાદ મંગળવાર સવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાશ્મીરના શોપિયા જિલ્લામાં સોમવારે પણ સુરક્ષાદળો અને આતંકીઓ સાથે અથડામણ થઈ હતી. જેમાં પ્રતિબંધિત આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના 3 આતંકીઓ માર્યા ગયા હતાં. તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યાં હતાં. માર્યા ગયેલા એક આતંકીની ઓળખ આદિલ શેખ તરીકે થઈ છે. જેના ઉપર શ્રીનગરના જવાહરનગરથી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વિધાયક એઝાઝ મીરના ઘરેથી 29 સપ્ટેમ્બર 2018ના રોજ આઠ હથિયાર લૂંટી જવાનો આરોપ હતો. બીજો આતંકી વસીમ વાની હતો અને ત્રીજાની ઓળખ હજુ થઈ રહી છે.

તા 21,22 જાન્યુઆરીના રોજ અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત ડી.ડી ઠાકર આર્ટસ્ અને કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના સર્વાંગી મૂલ્યાંકન માટે NAAC બેંગલોર દ્રારા નિયુક્ત પિયર ટીમના ડો. અબ્દુલ ખાદીર-પૂર્વ કુલપતિ કુન્નુર યુનિવર્સીટી, કેરલ, ડો, બિરેન્દ્ર નારાયણ દુબે-બાબા આંબેડકર યુનિ.લખનૌ અને ડો.વિજ્યાલક્ષ્મી નામ્બિયાર-એમ.યુ.કોલેજ. પુનેની ટીમ બે દિવસની મુલાકાતે આવી પહોચી હતી.

પ્રથમ દિવસે ટીમના સભ્યો દ્રારા કોલેજના આચાર્ય.IQAC કો ઓર્ડીનેટર, વિવિધ ડીપોર્ટમેન્ટના ફેકલ્ટી વગેરે પાસેથી કોલેજની એકેડેમિક પ્રવૃતિઓ અંગેની માહિતી મેળવી હતી. આ પછી કોલેજ કોમ્પ્યુટર લેબ, લેન્ગવેજ લેબ, ગ્રંથાલય, વર્ગખંડ સુવિધા વગેરેની રૂબરૂ મુલ્યોંકન કર્યું હતું. એ પછી ટીમના સભ્યોએ કોલેજના મેનેજમેન્ટ તથા ચાલુ અને પૂર્વ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી કોલેજની શૈક્ષણિક પ્રક્રિયાઓનો ફીડબેક મેળવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્રારા થીમ બેઝ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સંકલનની ભૂમિકા પ્રિ.એન.ડી. પટેલ અને કો ઓર્ડીનેટર રોહિત દેસાઇએ ભજવી હતી.