સરકારની ‘પાણી પહેલા પાળ’ : ધો-૧૦ અને ૧ર ની પરિક્ષાને લઇ CM કાર્યાલયથી પરીક્ષાનુ સમગ્ર મોનિટરીંગ થશે

અટલ સમાચાર,ગાંધીનગર ધો-૧૦ અને ૧ર ની પરિક્ષામાં લગભગ 19 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપશે TATની અને લોકરક્ષક દળ જેવી સરકારી ભરતીઓમાં પેપર લીક થયા ત્યારબાદ રાજ્યભરમાંથી સરકાર પર ફિટકાર વરસાવવામાં આવી હતી.તેને લઈને તંત્ર હવે સજાગ બન્યુ છે. આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં કોઈ ગેરરીતી ન
 
સરકારની ‘પાણી પહેલા પાળ’ : ધો-૧૦ અને ૧ર ની પરિક્ષાને લઇ CM કાર્યાલયથી પરીક્ષાનુ સમગ્ર મોનિટરીંગ થશે

અટલ સમાચાર,ગાંધીનગર

ધો-૧૦ અને ૧ર ની પરિક્ષામાં લગભગ 19 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપશે

 

TATની અને લોકરક્ષક દળ જેવી સરકારી ભરતીઓમાં પેપર લીક થયા ત્યારબાદ રાજ્યભરમાંથી સરકાર પર ફિટકાર વરસાવવામાં આવી હતી.તેને લઈને તંત્ર હવે સજાગ બન્યુ છે. આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં કોઈ ગેરરીતી ન થાય એ માટે પરીક્ષાનુ સમગ્ર મોનિટરીંગ મુખ્યમંત્રી કાર્યાલયથી કરવામાં આવશે તેવી માહિતી જાણવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી 7 મી માર્ચથી ધોરણ 10 અને 12 ની સામાન્ય પ્રવાહની તેમજ સાયન્સ પ્રવાહની બોર્ડની પરીક્ષા શરુ થશે. અંદાજે લગભગ 19 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપવાના છે.માર્ચ 2019 માં યોજાનારી બોર્ડની પરીક્ષાને લઈને અત્યારથી જ દરરોજ CM કાર્યાલયમાં રિપોર્ટ રજૂ કરવાનો હોય છે. એ માટે રોજ રાજ્યના કુલ પાંચ DEOને ગાંધીનગર બોર્ડની કચેરી ખાતે રૂબરૂમાં બોલાવવામાં આવે છે. બાદમાં પરીક્ષા સ્થળ માટેની બિલ્ડીંગ અને બ્લોક વાઈઝ એનાલીસીસ કરવામાં આવી રહ્યું છે.બોર્ડની પરીક્ષાનુ પેપર પણ લીક થવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેથી તંત્ર આ વખતે ‘પાણી પહેલા પાળ’ બાંધી નાખવાની કવાયતમાં છે. આવા સંવેદનશીલ કેન્દ્રો પર વધુ બંદોબસ્ત ગોઠવવો કે આવા કેન્દ્રોને જ રદ કરી નાખવા તે અંગેની વિચારણા પણ ચાલી રહી છે.