Modi New
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

લોકસભા ચૂંટણી ર૦૧૯ પહેલાં મોદી સરકારે સર્વણ સમાજ માટે એક મોટો નિર્ણય લીધો છે. સોમવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સર્વણ સમાજને અનામત આપવાનું નકકી કરવામાં આવ્યું છે. ૧૦ ટકા અનામત સર્વણ સમાજના આર્થિક રીતે નબળા પરિવારોને આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણી પહેલાં માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. કેન્દ્રની ભાજપ સરકારે ઉચ્ચ જાતિઓને 10 ટકા અનામત આપવા ઉપર મંજુરીની મહોર લગાવી દીધી છે. સોમવારે કેબિનેટની બેઠકમાં ઉચ્ચ જાતિને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આર્થિક રીતે નબળા લોકોને અનામતનો લાભ આપવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યું હતુ કે ગરીબ ઉચ્ચ જાતિઓને આરક્ષણ મળવું જોઈએ.
ઉલ્લેખનિય છે કે, આગામી બે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાશે. તાજેતરમાં જ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની હાર થઇ હતી. જોકે આ નિર્ણયને રાજકીય લોલીપોપ પણ ગણવામાં આવી રહયો છે.

29 Sep 2020, 6:30 AM (GMT)

COVID-19 Global Stats

33,556,424 Total Cases
1,006,458 Death Cases
24,881,607 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code