ઉત્તર ગુજરાતના સવર્ણોમાં 10 ટકા અનામતની ખુશી નહિવત…! ભાજપનું ગણિત નિષ્ફળ જશે

અટલ સમાચાર, મહેસાણા કેન્દ્રની ભાજપ સરકારે ચાર વર્ષના અંતે સવર્ણો માટે આર્થિક અનામતની ઘોષણા કરી છે. સુત્રો મારફત સંઘ અને ભાજપને લોકસભા ચુંટણીમાં સવર્ણોનો આક્રોશ ઉભો થયાની બીક હતી. જોકે સત્તાની સાઠમારીમાં ખેલાયેલો ખેલ નિષ્ફળ જાય તેવી બીક ઉભી થઈ છે. ઉત્તર ગુજરાતના સવર્ણોમાં નહિવત ખુશી જોવા મળી રહી છે. આગામી લોકસભા ચુંટણી માટે ભાજપે
 
ઉત્તર ગુજરાતના સવર્ણોમાં 10 ટકા અનામતની ખુશી નહિવત…! ભાજપનું ગણિત નિષ્ફળ જશે

અટલ સમાચાર, મહેસાણા

કેન્દ્રની ભાજપ સરકારે ચાર વર્ષના અંતે સવર્ણો માટે આર્થિક અનામતની ઘોષણા કરી છે. સુત્રો મારફત સંઘ અને ભાજપને લોકસભા ચુંટણીમાં સવર્ણોનો આક્રોશ ઉભો થયાની બીક હતી. જોકે સત્તાની સાઠમારીમાં ખેલાયેલો ખેલ નિષ્ફળ જાય તેવી બીક ઉભી થઈ છે. ઉત્તર ગુજરાતના સવર્ણોમાં નહિવત ખુશી જોવા મળી રહી છે.

આગામી લોકસભા ચુંટણી માટે ભાજપે રાજકીય ગણતરી માંડી છેલ્લા કેટલાક સમયથી નારાજ વર્ગને મનાવવા, જુની માંગણીઓવાળા સમુદાયોને ખુશ કરવા સહિતના મુદ્દે મંથન શરુ કરેલું છે. આ સંદર્ભમાં દેશભરના સવર્ણો પૈકી આર્થિક રીતે નબલા પરિવારો માટે 10 ટકા અનામત જાહેર કરી છે. ભાજપ અને સંઘને આશા છે કે લોકસભા માટે 10 ટકા અનામત કામ કરી જાય તેમ છે. જોકે કેબિનેટના એલાન બાદ ગણતરીની પળોમાં દેશભરમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. જોકે વાત જે સ્પીડથી આવી તે સ્પીડથી પસાર થઈ ગઈ હોવાનું ચિત્ર બન્યું છે.

કેન્દ્ર સરકારની 10 ટકા અનામતની જાહેરાત બાદ ઉત્તર ગુજરાતના સવર્ણોમાં ખુશી નહિવત જોવા મળી રહી છે. આ સાથે સંસ્થા, સમુદાય, ગૃપ કે આગેવાનો દ્વારા ફટાકડા ફોડી કે મિઠાઈ વહેંચી વધાવી લેવામાં આવ્યું નથી. જોકે કેબિનેટ બાદ હજુ લોકસભા, રાજ્યસભા અને છેલ્લે રાષ્ટ્રપતિની મંજૂરી બાકી છે. આ સાથે 10 ટકા અનામતને કાયદાકીય ગુંચવણનો સામનો કરવો પડે તો નવાઈ નહી. આ તમામ કારણોસર સવર્ણોમાં જે ખુશી ભાજપ મોવડી મંડળ જોવા ઈચ્છતુ હતું તે હાલ તો જોવા મળી નથી.

ઉલ્લેખનીય છે કે આર્થિક અનામતની આગળની પ્રક્રિયા અને લોકસભા ચુંટણીના માહોલ વચ્ચે વિપક્ષની રણનીતિ કેવી રહે છે તેને આધારે ભાજપના અનામત ગણિતની સફળતા-નિષ્ફળતા નક્કી થશે.