rajput samaj
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

કેન્દ્રની મોદી સરકારે સવર્ણ વર્ગની લાંબા સમયની માંગણીને અનામત જેવા જટીલ પ્રશ્નને બંધારણીય સુધારા દ્વારા ગણતરીના દિવસોમાં લાગુ પાડી દેતા મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ જયશ્રીબેનની રુબરુ મુલાકાત લઈ પુષ્પગુચ્છ અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો હતો.

ઐતિહાસિક નિર્ણય ઘણાક્ષેત્રે લાભકારી નિવડશેઃ દિલીપસિંહ જાડેજા

મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજના મહામંત્રી દિલીપસિંહ જાડેજા સાંસદની મુલાકાતને અંતે જણાવ્યું હતું કે, અન્ય સવર્ણોની સાથે રાજપૂત સમાજ પણ લાંબા સમયથી ગાંધીચિંધ્યા માર્ગે અનામતની માંગ કરી રહ્યો હતો. મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણને સમાજ આવકારે છે. જેનાથી સમાજના આર્થિક રીતે નબળા સમાજબંધુઓના ઉત્થાનમાં આ લાભ મદદગાર બની રહેશે. વધુમાં ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે સરકારે ત્વરીત નિર્ણય લઈ રાજ્યમાં અનામતને લાગુ કરી દીધી તે આવકાર્ય પગલું છે. જેથી આજ રાજપૂત સમાજ સાંસદ જયશ્રીબેનની મુલાકાત લઈ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.

વિદ્યાર્થીઓને ફાયદો થશે ઃ લક્ષ્મણસિંહ

આ બાબતે મહેસાણા જિલ્લા યુવા મહામંત્રી લક્ષ્મણસિંહ (એન.જી.ન્યુઝ) જણાવ્યું હતું કે, આવનારી સરકારી ભરતી, નવા એડમિશન સહિતની જગ્યાઓમાં સમાજના વિદ્યાર્થીઓ સહિત યુવાઓને ફાયદો મળી રહેશે, જે અત્યારસુધી કઠીન હતું. સરકારી ભરતીઓમાં 1-2 માર્ક્સથી નિરાશ થતા યુવાઓની મહેનત હવે એળે નહી જાય.

આભાર દર્શનમાં મહેસાણા જિલ્લા મહામંત્રી દિલીપસિંહ જાડેજા, લક્ષ્મણસિંહ રાજપૂત (એન.જી.ન્યુઝ), જયદેવસિંહ ચાવડા સહિતના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા.

 

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code