10 Result@મહેસાણા: જીલ્લામાં 20,604 વિધાર્થીઓ પાસ, 67.92 ટકા પરિણામ

અટલ સમાચાર,મહેસાણા ધોરણ-10ના વિધાર્થીઓ જે દિવસની કાગડોળે રાહ જોઇ બેઠા હતા તે દિવસ આજે આવી ગયો છે. ધોરણ-10 નું પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇડ પર જાહેર થઇ ગયુ છે. મહેસાણા જીલ્લામાં ધોરણ-10 નું 67.92 ટકા પરિણામ આવ્યુ છે. મહેસાણા જીલ્લામાંથી કુલ 30,548 વિધાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તેમાંથી 30,535 વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી. મહેસાણા જીલ્લામાં કુલ
 
10 Result@મહેસાણા: જીલ્લામાં 20,604 વિધાર્થીઓ પાસ, 67.92 ટકા પરિણામ

અટલ સમાચાર,મહેસાણા

ધોરણ-10ના વિધાર્થીઓ જે દિવસની કાગડોળે રાહ જોઇ બેઠા હતા તે દિવસ આજે આવી ગયો છે. ધોરણ-10 નું પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇડ પર જાહેર થઇ ગયુ છે. મહેસાણા જીલ્લામાં ધોરણ-10 નું 67.92 ટકા પરિણામ આવ્યુ છે. મહેસાણા જીલ્લામાંથી કુલ 30,548 વિધાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તેમાંથી 30,535 વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી. મહેસાણા જીલ્લામાં કુલ 20,604 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ત્યારે A1 ગ્રેડમાં 116 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. તો E2માં 8,400 વિદ્યાર્થી માંડ માંડ પાસ થનારા નોંધાયા છે.

10 Result@મહેસાણા: જીલ્લામાં 20,604 વિધાર્થીઓ પાસ, 67.92 ટકા પરિણામ

મહેસાણા જીલ્લામાં ગત વર્ષ કરતા 4 ટકા પરિણામ ઘટ્યું છે. તો વળી વર્ષ 2017ની સરખામણી એ 8 ટકા પરિણામ ઘટ્યું છે. જિલ્લાના પરિણામમાં છેલ્લા બે વર્ષમાં સતત 4 ટકા ઘટાડો નોંધાયો છે. શ્રેષ્ઠ ભણતરની વાતો કરતા મહેસાણા જિલ્લાને ટોપ 10માં પણ સ્થાન નથી મળ્યું. SSCના પરિણામમાં મહેસાણા રાજ્યમાં 14 માં સ્થાને આવ્યું છે. ગત વર્ષની વાત કરીએ તો 14 શાળાઓનું 100 ટકા પરિણામ હતું તો ચાલુ વર્ષે જિલ્લામાં 12 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. તો વળી, 30 ટકા થી ઓછા પરિણામ વાળી 15 શાળાઓ નોંધાઇ છે જેઁ ગત વર્ષે 9 જ હતી.