Bhartiya Janta party
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

આજથી દિલ્લીના રામલીલા મેદાનમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી શરુ થઈ છે. જેમાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના સરેરાશ 100 ભાજપી આગેવાન પહોંચી ગયા છે. આગામી લોકસભા ચુંટણીને પગલે ધારાસભ્ય, સંસદસભ્ય અને ચુંટણી ઈન્ચાર્જની બેઠકનું ઉદ્ઘાટન અમિત શાહ કરશે.

ભાજપે આગામી લોકસભા ચુંટણી પહેલા આગેવાનોને રણનીતિના પાઠ ભમાવવા દિલ્લી ખાતે કારોબારીનું આયોજન કર્યું છે. બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં દેશભરના ભાજપી ધારાસભ્યો, સંસદસભ્યો, જિલ્લા પ્રમુખો, ચુંટણી ઈન્ચાર્જ, નિરિક્ષકો રામલીલા મેદાન દોડી ગયા છે.

જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સરેરાશ 100 ભાજપી આગેવાનોએ બે દિવસ દિલ્લી ધામા નાખ્યા છે. બીજા દિવસે વડાપ્રધાન ઉપસ્થિત રહી કાર્યક્રમનું સમાપન કરશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code