અટલ સમાચાર,ભુજ
સ્ત્રી સશક્તિકરણ અભિયાનના ભાગરૂપે ગુજરાત સરકાર અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ ચલાવતી GVK EMRI દ્વારા ગત 2014માં શરૂ કરાયેલી 181 અભયમ મહિલા હેલ્પલાઈન રાજ્યમાં 5 લાખ કૉલનો માઈલસ્ટોન પાર કર્યો છે. ગત ચોથી ફેબ્રુઆરી 2014નાં રોજ ગુજરાતમાં આ હેલ્પલાઈનનો પ્રારંભ કરાયો હતો. 5 લાખ ફોનકૉલમાં કચ્છના 18 હજાર કોલનો સમાવેશ થાય છે. કચ્છના કર્મચારીઓએ કલેક્ટર રોમ્યા મોહનના હાથે કેક કપાવી 5 લાખ ફોન કોલની સિધ્ધિની ખુશાલી મનાવી હતી. કલેક્ટરે સિદ્ધિ બદલ 181 ની ટીમ સમગ્ર GVK EMRIની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે 181 હેલ્પલાઈનના જિલ્લાના પ્રોજેકટ કો-ઓર્ડિનેટર તુષાર બાવરવા, પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર, ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટીવ સંજય ડોલર, કમલેશ પુરોહિત, મોબાઈલ હેલ્થ યુનિટના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ચેતન કુંભાર વગેરે હાજર રહ્યા હતા.