12 અને 13 જાન્યુઆરીએ હળવા કમોસમી વરસાદની આગાહી, ઠંડીમાં પણ થશે વધારો

અટલ સમાચાર,ડેસ્ક હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદને પગલે રાજ્યમાં ઠંડીમાં પણ વધારો થઈ શકે છે. આ પાછળનું મુખ્ય કારણ રાજસ્થાનમાં ઈન્ડયુસ સાયકલોનિક સરક્યુલેશન સર્જાઈ શકે છે, જેના કારણે કચ્છમાં હળવો વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.આગામી 12 અને 13 જાન્યુઆરીએ હળવો કમોસમી વરસાદની
 
12 અને 13 જાન્યુઆરીએ હળવા કમોસમી વરસાદની આગાહી, ઠંડીમાં પણ થશે વધારો

અટલ સમાચાર,ડેસ્ક

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદને પગલે રાજ્યમાં ઠંડીમાં પણ વધારો થઈ શકે છે. આ પાછળનું મુખ્ય કારણ રાજસ્થાનમાં ઈન્ડયુસ સાયકલોનિક સરક્યુલેશન સર્જાઈ શકે છે, જેના કારણે કચ્છમાં હળવો વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.આગામી 12 અને 13 જાન્યુઆરીએ હળવો કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
છેલ્લાં કેટલાંય દિવસથી ગુજરાતમાં ઠંડીનું સારુ એવું જોર ચાલી રહ્યું છે. ઉત્તર ભારતમાં પણ બર્ફીલા વાતાવરણને કારણે પહેલેથી જ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આવામાં હળવા વરસાદની આગાહીને પગલે આગામી 2 દિવસોમાં ઠંડીનો ચમકારો ગુજરાતીઓને જોવા મળે તેવી સંભાવના છે.