130 કરોડ ભારતીયોના ’અભિનંદન‘ની ઘર વાપસીઃપરાક્રમી વિંગ કમાન્ડરના વધામણાં

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આજે પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. શુક્રવારની રાત્રીએ 9-20 કલાકે ભારત પ્રવેશ કર્યો છે. તેઓ વાઘા બોર્ડરથી ભારત પાછા ફર્યા હતા. જેમને તમામ પ્રક્રીયા પૂર્ણ કરી વાઘા બોર્ડર પર ભારતીય સૈન્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મિલાપ કરાવ્યો હતો. ભારત પ્રવેશ સમયે પણ આ ભારતમાતાના સપૂતના ચહેરા
 
130 કરોડ ભારતીયોના ’અભિનંદન‘ની ઘર વાપસીઃપરાક્રમી વિંગ કમાન્ડરના વધામણાં

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આજે પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. શુક્રવારની રાત્રીએ 9-20 કલાકે ભારત પ્રવેશ કર્યો છે. તેઓ વાઘા બોર્ડરથી ભારત પાછા ફર્યા હતા. જેમને તમામ પ્રક્રીયા પૂર્ણ કરી વાઘા બોર્ડર પર ભારતીય સૈન્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મિલાપ કરાવ્યો હતો.

130 કરોડ ભારતીયોના ’અભિનંદન‘ની ઘર વાપસીઃપરાક્રમી વિંગ કમાન્ડરના વધામણાં

ભારત પ્રવેશ સમયે પણ આ ભારતમાતાના સપૂતના ચહેરા ઉપર શૌર્ય ચમકતું હતું. દુશ્મન દેશના કબજામાં હોવાછતાં ચહેરા સહિત તેમની મૂછો ઉપર ભરપુર તેજ જોવા મળી રહ્યું હતું. જેથી સૌ કોઈ કહી રહ્યા છે કે ‘‘વાહ… ભારતીય જવાન અમને ગર્વ છે તમારી બહાદુરી પર.‘‘

130 કરોડ ભારતીયોના ’અભિનંદન‘ની ઘર વાપસીઃપરાક્રમી વિંગ કમાન્ડરના વધામણાં

સવારથી ભારતવાસીઓ પોતાના હીરો અભિનંદનની ઈન્તેજારી કરી રહ્યા હતા તે આખરે પુરી થઈ હતી. જેથી દેશ પુરામાં ખુશી જોવા મળી રહી છે.

અમૃતસરથી દિલ્હી જઈ પરિવારજનો સાથે મિલાપ

છેલ્લા બે દિવસથી પાકિસ્તાનના કબજામાં રહેલા વિંગ કમાન્ડર અભિનંદનસિંહ વાઘા-અટારી બોર્ડર પરથી સીધા અમૃતસરથી દિલ્હી હવાઈ માર્ગ જશે. જ્યાં પરિવાર સાથે મિલન કરાવ્યા બાદ તેમનું મેડિકલ ચેક-અપ કરવામાં આવશે. જે બાદ જ તેમની સ્વસ્થતા અંગેની પુરી જાણકારી મેળવાશે.

નરેન્દ્ર મોદીએ ટવીટ કરી આવકાર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદનના ભારત પ્રવેશ બાદ ટવીટ કરી અભિનંદનને આવકાર આપતા જણાવ્યું કે, તમે ભારતવાસીઓના બહાદુર જવાન છો તમારામાંથી પ્રેરણા મેળવવી રહી.

ભારત આવ્યા અભિનંદન, આગળ મેડિકલ ચેકઅપ થશે

વાયુસેનાના એર વાઇસ માર્શલ રવિ કપુરે મીડિયાને સંબોધિત કર્યા, તેમણે કહ્યું કે, ભારતીય વાયુ સેનાનાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર હેઠળ અભિનંદન વર્તમાનને પાકિસ્તાનને ભારતને સોંપી દીધા. આગળ તેમનું મેડિકલ ચેપઅપ થશે.