અટલ સમાચાર, પાટણ
સરસ્વતીના ખારેડામાં 140 નવા શૌચાલયો બનાવવાનું ખાત મુર્હૂત બુધવારના રોજ પાટણ જીલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજગુરુના હસ્તે કરાયું હતું. તેમાં ગ્રામજનોની સભામાં જિ.વિ.અ. રાજેશ રાજગુરુએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો એક કેન્દ્ર સરકારનો એક બંન્ને સરકારવતી સારાવહીવટીની કામગીરીને લીધે 2 એવોર્ડ મળ્યા છે. તેથી છેલ્લી 31 જાન્યુઆરી સુધી શૌચાલયો પુરા કરવા સુચન કર્યું હતું. જેમાં તા.વિ. અધિકારી એમ.એચ. સોની, ડીસ્ટ્રીકટ કો.ઓ. દિલીપ ચૌહાણ, નિયામક ડી.એલ.પરમાર, નાયબ જિ.પ્રોગ્રામ કો.ઓ. અંકેત જોષી, સી.ડી.એચ સાલવી, ગ્રામસેવક રાયમલભાઇ પરમાર, તલાટી પનુભા દરબાર, સહિત સરકારની વિવિધ યોજનાઓના લાભોની માહિતી આપી હતી. અને તમામ અધિકારીઓનું ખારેડા ગ્રામપંચાયતે સન્માન કર્યું હતુ.