ચોંક્યાં@ઉ.ગુ: મહેસાણામાં 143, પાટણમાં 104 અને બનાસકાંઠામાં 94 મળી નવા 341 કેસ ખૂલ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લામાં આજે કોરોનાનો મહાવિસ્ફોટ થયો હોય તેમ 341 કેસ નોંધાતાં હડકંપ મચી ગયો છે. આજે મહેસાણા જીલ્લામાં એકસાથે 143 કેસ તો બનાસકાંઠા જીલ્લામાં સૌપ્રથમવાર 94 નોંધાયા છે. આ તરફ પાટણ જીલ્લામાં પણ 104 કેસ સાથે કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયાનું સ્પષ્ટ થયુ છે. આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક
 
ચોંક્યાં@ઉ.ગુ: મહેસાણામાં 143, પાટણમાં 104 અને બનાસકાંઠામાં 94 મળી નવા 341 કેસ ખૂલ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લામાં આજે કોરોનાનો મહાવિસ્ફોટ થયો હોય તેમ 341 કેસ નોંધાતાં હડકંપ મચી ગયો છે. આજે મહેસાણા જીલ્લામાં એકસાથે 143 કેસ તો બનાસકાંઠા જીલ્લામાં સૌપ્રથમવાર 94 નોંધાયા છે. આ તરફ પાટણ જીલ્લામાં પણ 104 કેસ સાથે કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયાનું સ્પષ્ટ થયુ છે. આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં 143 કેસ

ચોંક્યાં@ઉ.ગુ: મહેસાણામાં 143, પાટણમાં 104 અને બનાસકાંઠામાં 94 મળી નવા 341 કેસ ખૂલ્યાં

મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ આજે 143 કેસ નોંધાતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મહેસાણા જીલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યુ હોય તેમ આજે 70 કેસ સામે આવ્યા છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં નવા 73 કેસ નોંધાયા છે.

ચોંક્યાં@ઉ.ગુ: મહેસાણામાં 143, પાટણમાં 104 અને બનાસકાંઠામાં 94 મળી નવા 341 કેસ ખૂલ્યાં

જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન લગત દર્દીના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરી છે.

ચોંક્યાં@ઉ.ગુ: મહેસાણામાં 143, પાટણમાં 104 અને બનાસકાંઠામાં 94 મળી નવા 341 કેસ ખૂલ્યાં

બનાસકાંઠા જીલ્લામાં કોરોનાના નવા 94 કેસ

બનાસકાંઠામાં કોરોનાકાળમાં નવા 94 લોકો પોઝિટીવ જાહેર થયા છે. આજે નોંધાયેલા કેસો પૈકી સૌથી વધુ કેસ પાલનપુરમાં 74 દર્દી નોંધાયા છે. દાંતા તાલુકામાં 11 અને ડીસામાં 9 કેસ મળી જીલ્લામાં નવા 94 કેસ નોંધાયા છે. આ તરફ જીલ્લામાં આજે કોરોના પોઝિટીવ 3 દર્દીઓના મોત થયાનું પણ સામે આવ્યુ છે.

પાટણ જીલ્લામાં 104 કેસ સાથે કોરોના વિસ્ફોટ

ચોંક્યાં@ઉ.ગુ: મહેસાણામાં 143, પાટણમાં 104 અને બનાસકાંઠામાં 94 મળી નવા 341 કેસ ખૂલ્યાં

પાટણ જીલ્લા સતત પાંચેક દિવસથી 100 ઉપર કોરોના કેસો આવી રહ્યા હોઇ આજે પણ ત્રણ આંકડામાં કેસો નોંધાયા છે. પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના 104 કેસ નોંધાયા છે.

ચોંક્યાં@ઉ.ગુ: મહેસાણામાં 143, પાટણમાં 104 અને બનાસકાંઠામાં 94 મળી નવા 341 કેસ ખૂલ્યાં

આજે સૌથી વધુ કેસ પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 79 કેસ સાથે કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે. જેથી શહેરી વિસ્તારમાં સંક્રમણ કાબૂ બહાર ગયાનું સ્પષ્ટ થયુ છે. આ સાથે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ હોઇ મહોલ્લાંઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે.

ચોંક્યાં@ઉ.ગુ: મહેસાણામાં 143, પાટણમાં 104 અને બનાસકાંઠામાં 94 મળી નવા 341 કેસ ખૂલ્યાં