આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ

તારીખ ૧૮/૧/૨૦૧૯ ને શુક્રવારનો દિવસ કાણોદર ગામનો યાદગાર દિવસ બની રહ્યો આજના દિવસે ગૌરવકુંભ ખુલ્લો મુકતો એસ.એમ.સી.પરિવાર ના અધ્યક્ષ પ્રકાશભાઇ ધારવાએ ૫૦૦૧ રૂપિયા શાળાને કુંભ ઉપાડવાના આપ્યા. કુંભ ઉતરાવવાના સીમાબેન કડીવાલે ૫૦૦૧ રૂપિયા શાળાને ભેટ આપી આજના દિવસે કુલ ૫૦૦ ટોકન ઉપડયા જેમાં એકસાથે ૬૧ ટોકન ઉપાડવાનો રેકર્ડ કાણોદર -1 શાળાના શિક્ષિકા શ્રી મદિનાબેન નાથાનો રહ્યો.ગામપંચાયત તરફથી શાળાને ૨,૫૧,૦૦૦ આપવાની જાહેરાત થઈ. આ સાથે જ શાળાને આ દિવસે 7,50,000 રૂપિયાનુ દાન મળેલ છે.આ સાથે જ શાળામા ભણેલા અને વિદેશમા રહેતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પણ વિદેશમા બેઠા બેઠા ટોકન ઉપાડી પોતાની ઉપસ્થિતિ નોધાવી. શાળાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આપવામા આવ્યો. ગૌરવકુંભમા આખુ ગામ જોડાઇ અને કાર્યક્રમને સફળ બનાવવામા પોતાનો સહકાર આપ્યો. આવા કાણોદરના લોકોએ પોતાની માતૃશાળાનુ ઋણ અદા કર્યુ. શાળા ના આચાર્ય શ્રી નરેશભાઇ જોશી તેમજ કોંગ્રેસ ઉપ પ્રમુખ યાસિનભાઈ બંગલાવાલા,પાલનપુર વિધાનસભા પ્રભારી અહેસાનભાઈ શેખ,જિલ્લા ડેલિગેટ મુમતાજબેન બંગલાવાલા,તાલુકા ડેલિગેટ નિશાબેન સુણસરા, ગામનાં પ્રથમ નાગરિક ઝહિરભાઈ ચૌધરી,તલાટી શ્રી કિશોરભાઈ ગેહલોત,મહિલા મંડળ અને કે.વાય.જી,શાળા પરિવાર અને એસ.એમ.સી.ના સહકારથી આ કાર્યક્રમ ખુબ સફળ રહ્યો.મીનાજબેન શાહુ અને રોશનબેન દેસાઈએ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.ત્યાર બાદ પ્રા.શાળા નં ૧ અને અેસ.અેમ.સી પરિવાર દ્વારા ઉપસ્થિત પત્રકાર મિત્રો ને ડાયરી અને પેન આપી સન્માનિત કરવામાં આવ્યા અને કાર્યક્રમ ના અતે યુનુસભાઇ હાડા એ આભારવિધિ કરી કાર્યક્રમ ની પુર્ણાહુતિ કરાઇ હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code