આમઆદમી પાર્ટીના ધારાસભ્ય સોમદત્તને દિલ્લીની કોર્ટે 6 મહિનાની સજા સંભળાવી

અટલ સમાચાર,ડેસ્ક દિલ્લીના સદર વિસ્તારથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમદત્તને દિલ્લીની રાઉસ એવન્યુ કોર્ટે 6 મહિનાની સજા સંભળાવી છે. વર્ષ 2015માં દિલ્લી વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન મારપીટ કેસમાં તેમને દોષી ગણીને કોર્ટે સજા સંભળાવી. કોર્ટે તેમને 6 મહિનાની સજા સાથે સાથે 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આપ ધારાસભ્ય સોમદત્તને આઈપીસીની કલમ 325 (જાણીજોઈને ગંભીર
 
આમઆદમી પાર્ટીના ધારાસભ્ય સોમદત્તને દિલ્લીની કોર્ટે 6 મહિનાની સજા સંભળાવી

અટલ સમાચાર,ડેસ્ક

દિલ્લીના સદર વિસ્તારથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમદત્તને દિલ્લીની રાઉસ એવન્યુ કોર્ટે 6 મહિનાની સજા સંભળાવી છે. વર્ષ 2015માં દિલ્લી વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન મારપીટ કેસમાં તેમને દોષી ગણીને કોર્ટે સજા સંભળાવી. કોર્ટે તેમને 6 મહિનાની સજા સાથે સાથે 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આપ ધારાસભ્ય સોમદત્તને આઈપીસીની કલમ 325 (જાણીજોઈને ગંભીર ઈજા પહોંચાડવા) ના આરોપમાં દોષી માનવામાં આવ્યા. ધારાસભ્યની બધી દલીલો કોર્ટે ફગાવી દીધી.

ઉલ્લેખનીય છે કે દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન સોમદત્ત અને 50 વ્યક્તિઓને ગુલાબબાગ જઈને સંજીવ રાણાના ઘરની સતત ઘંટડી વગાડી હતી. જ્યારે સંજીવ રાણાએ આ વાતનો વિરોધ કર્યો તો ધારાસભ્યના સમર્થકોએ તેમની સાથે મારપીટ કરી હતી. પિટાઈના કારણે સંજીવ રાણાના પગમાં ફ્રેક્ચર આવી ગયુ હતુ.

સોમદત્તે સુનાવણી દરમિયાન સંજીવ રાણાની એમએલસી રિપોર્ટ અને એક્સ-રે રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. એફઆઈઆર નોંધવામાં કલાકોનો વિલંબ અને પિટાઈમાં ઉપયોગમાં લેવાયેલ બેઝબૉલ બેટ ન મળવાને છોડી મૂકવા માટેની અપીલ કરી હતી.