આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

મહેન્દ્રા એન્ડ મહેન્દ્રાએ ચેન્નઇના સંશોધન કેન્દ્રમાં બનેલા તેમના પહેલા ડ્રાઇવર-લેસ ટ્રેક્ટરને પ્રદર્શિત કરવામાં આવ્યુ હતું. આ ટ્રેક્ટરનું વેચાણ 2018માં શરૂ કરવામાં આવશે. ટ્રેક્ટરને હાલ બજારમાં લોન્ચ કરવામાં નથી આવ્યુ. પરંતુ આ પગલું ખેતી ક્ષેત્રે ઘણું ક્રાંતિકારી સાબિત થશે. આ અંગે મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા લિમિટેડના નિર્દેશક પવન ગોયનકાએ કહ્યુ કે, અમારા ટ્રેક્ટરો આર એન્ડ ડી હંમેશા આધુનિક્તાથી સજ્જ હોય છે. એમને આ ટ્રેક્ટરોને લોન્ચ કરતા ઘણો આનંદ થઈ રહ્યો છે.

ટ્રેક્ટરની ખાસિયતો

મહેન્દ્રા એન્ડ મહેન્દ્રાના નિર્દેશક પવન ગોયનકા છે. જેમણે ટ્રેક્ટરની ખાસીયતો વિશે જાણકારી આપતા જણાવેલ કે ટ્રેક્ટરમાં ઓટો સ્ટીયર જીપીએસ ટેક્નોલોજીથી જોડાયેલુ છે. જેના કારણે ખેડૂતો સ્ટીયરિંગ વગર પણ તેને ઓપરેટ કરી શકે છે. આ ઉપરાંત ટ્રેક્ટરનો ઓટો લિફ્ટ જમીન પર કામ કરતા મશીનને જમીન પુરી થતા ઓટોમેટિક નીચેથી ઉપાડી લે છે.

કામમાં સરળતા આવશે

આધુનિકતાથી સજ્જ આ ટ્રેક્ટરનો ઉપયોગ કરતા વ્યક્તિને ઇન્ટરફેસ જેવી સેવાઓ પણ આપવામાં આવી છે. ઇન્ટરફેસના માધ્યમથી ખેતરની સીમાની અંદર જ ખેડૂત આ ટ્રેક્ટરથી કામ કરી શકશે. તે ખેતરની સીમાની બહાર ટ્રેક્ટર જતુ નથી. તેનો ઉપયોગ કરનાર ખેડૂતને તે જોવુ પડતુ નથી કે ટ્રેક્ટર ક્યાં કામ કરે છે, આથી તેનુ કામ પણ સરળ બની જશે.

સુરક્ષાની સગવડોથી સજ્જ

આ ટ્રેક્ટરથી કોઈને નુકશાન ન થાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટેબલેટથી ખેડૂત દુરથી પણ ટ્રેક્ટરને નિયંત્રણ કરી શકે છે. તે ઉપરાંત આપાતકાલીન સંકટ સમયે ટ્રેક્ટર તેના એન્જિંનમાં આવેલા રીમોટ દ્વારા સ્વનિયંત્રણે ઊભું રહી જાય છે. આથી સુરક્ષાની રીતે આ ટ્રેક્ટર એકદમ યોગ્ય છે.

ઉત્પાદનમાં વધારો થશે

ડ્રાઇવરલેસ ટ્રેક્ટરથી મહેનતમાં ઘણો ઘટાડો થશે અને ખેતીની ઉત્પાદક ક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત તેમાં ઉપયોગ કરવામાં આવેલી ટેક્નોલોજીથી ખેડૂતોને ઘણા લોભ થશે.

20 Sep 2020, 10:52 AM (GMT)

COVID-19 Global Stats

31,208,148 Total Cases
964,576 Death Cases
22,811,536 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code