વિકટ@પોશીના: નદીમાં પસાર કરતાં કિશોર ડૂબ્યો, ડિઝાસ્ટરની નિષ્ફળતા સ્પષ્ટ

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સાથે ઉપરવાસમાં પાણીની આવક વધી છે. આ દરમ્યાન પોશીના નજીક સેઈ નદી પસાર કરતા દુર્ઘટના બની છે. નદી પાર કરતાં યુવાન ડુબી ગયો હતો. જેના મોત પાછળ ડિઝાસ્ટર તંત્રની બેદરકારી સામે આવી છે. સાબરકાંઠા, અરવલ્લી પંથકમાં વરસાદને કારણે નદીઓમાં પાણીનો વધારો થયો છે. પોશીના તાલુકાના દંત્રાલની સેઈ નદીમાં પાણી આવ્યા હતા.
 
વિકટ@પોશીના: નદીમાં પસાર કરતાં કિશોર ડૂબ્યો, ડિઝાસ્ટરની નિષ્ફળતા સ્પષ્ટ

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સાથે ઉપરવાસમાં પાણીની આવક વધી છે. આ દરમ્યાન પોશીના નજીક સેઈ નદી પસાર કરતા દુર્ઘટના બની છે. નદી પાર કરતાં યુવાન ડુબી ગયો હતો. જેના મોત પાછળ ડિઝાસ્ટર તંત્રની બેદરકારી સામે આવી છે. સાબરકાંઠા, અરવલ્લી પંથકમાં વરસાદને કારણે નદીઓમાં પાણીનો વધારો થયો છે. પોશીના તાલુકાના દંત્રાલની સેઈ નદીમાં પાણી આવ્યા હતા. આ દરમ્યાન ગણવા ગામના યુવાનો કોઇ કામ અર્થે સેઈ નદી પસાર કરી દંત્રાલ જતાં હતાં. જેમાં અચાનક 18 વર્ષનો કિશોર તણાયો હતો.

ગણવા ગામનો અલ્કેશ તેજાભાઈ ડાભી નદી પાર કરતાં ડુબી ગયો હોઈ મોત થયાનું તાલુકાના ડિઝાસ્ટર એકમે જણાવ્યું હતું. સેઈ નદીમાં ડૂબી જાય તેટલું પાણી આવવા છતાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પૂર્વ તૈયારી સામે બેદરકારી રખાઇ છે. નદી નજીક ભય અંગે કોઈ બોર્ડ પણ લગાવ્યા નથી.

ચોકી પહેરો અને બોર્ડ લગાવાશે- પોશીના તાલુકા ડિઝાસ્ટર

ઘટના અંગે જવાબદારી અને નિષ્ફળતા અંગે ગંભીર સવાલો ઉભા થતાં ડિઝાસ્ટર એકમને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું છે. ડૂબી જવાથી કિશોરના મોત બાદ તાલુકા પંચાયતથી માંડી ગામ સુધી દોડધામ મચી ગઇ છે. ચોકી પહેરો ગોઠવવા અને સુચના આપતા બોર્ડ લગાવવામાં આવશે તેમ નાયબ મામલતદાર નરેશ દરજીએ જણાવ્યું હતું.