આ જીલ્લામાં HDFC બેંકના 2 ગ્રાહકોને કોરોના પોઝિટિવ, 14 દિવસ બંધ કરવાનો આદેશ
અટલ સમાચાર, ડેસ્ક છોટાઉદેપુરમાં સ્ટેશન રોડ પર આવેલી HDFC બેંક 14 દિવસ માટે બંધ કરવા માટે વહીવટી તંત્રએ આદેશ કર્યો છે. આ બેંકમાં કોરોના પોઝિટિવ બે વ્યક્તિ અવારનવાર રૂપિયા ભરવા આવતા હતા જેને લઇને તંત્રએ બેંકને ક્વોરન્ટીન કરવાનો આદેશ આપ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો
Apr 23, 2020, 13:44 IST

અટલ સમાચાર, ડેસ્ક
છોટાઉદેપુરમાં સ્ટેશન રોડ પર આવેલી HDFC બેંક 14 દિવસ માટે બંધ કરવા માટે વહીવટી તંત્રએ આદેશ કર્યો છે. આ બેંકમાં કોરોના પોઝિટિવ બે વ્યક્તિ અવારનવાર રૂપિયા ભરવા આવતા હતા જેને લઇને તંત્રએ બેંકને ક્વોરન્ટીન કરવાનો આદેશ આપ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે બેંકના કામકાજ ચાલુ રાખવામાં આવ્યા છે. તેવામાં છોટાઉદેપુરમાં કોરોનાના પોઝિટિવ દર્દીની વારંવાર આવનજાવનથી બેંકનો સ્ટાફ તેના સંપર્કમાં આવ્યો હતો. તેથી તમામ સ્ટાફને 14 દિવસ માટે ક્વોરન્ટીન કરવો પડ્યો છે. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારીએ તમામના સેમ્પલ લઇ આગળની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.