આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

વર્ષ ૨૦૧૪માં સોશ્યલ મિડીયાના ઉપયોગથી યુવાઓમાં પ્રભુત્વ પાડી મોદીએ કોંગ્રેસને પરાજય આપ્યો જે ઈતિહાસની સૌથી મોટી હારનો પરિચય કરાવ્યો હતો, મોદીના આ જાદુ પાછળ સોશિયલ મીડિયા એક મોટું હથિયાર હતું એજ હથિયારનો હાલ કોંગ્રેસ ઉપયોગ કરી રહી છે

bjp-congressફેસબુકના ૩૦ કરોડ અને વોટ્સએપના ૨૦ કરોડ યુઝર્સ

ભારતીયો આગામી વર્ષે ચૂંટણીમાં મતદાન કરશે ત્યારે તે માત્ર દુનિયાના સૌથી મોટા લોકતંત્રની કવાયત જ નહીં પણ ચૂંટણીમાં સોશિયલ મીડિયાની અત્યાર સુધીની ભૂમિકાની કસોટી હશે. શાસકપક્ષ ભાજપ આ ઓનલાઈન યુદ્ઘ માટે તૈયાર છે. બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર સફળતા બાદ ઉત્સાહિત કોંગ્રેસ પણ સોશ્યલ મીડિયાની જંગમાં લડી લેવા તૈયાર છે. આગામી વર્ષે એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી યોજાવાની છે. વિજય તાજ કોના માથે મૂકાશે તેનો નિર્ણય લેવામાં ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપની ભૂમિકા પણ મહત્ત્વની રહેવાની છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં આશરે ૯૦ કરોડ મતદાતાઓ છે. એક અનુમાન અનુસાર તેમાંથી આશરે ૫૦ કરોડથી વધુ લોકો સુધી ઈન્ટરનેટ પહોંચી ચૂકયું છે. ભારતમાં ફેસબુકના ૩૦ કરોડથી વધુ યુઝર્સ છે.

ટ્વીટરનો ઉપયોગ કરનારા યૂઝર્સની સંખ્યા પણ કરોડોમાં છે. ભારતની આગામી ચૂંટણીમાં સોશ્યલ મીડિયા અને ડેટા એનાલિટિકસની જવાબદારી મહત્ત્વની રહેશે. જેનો એવો ઉપયોગ થશે જે આજદિન સુધી થયો નથી. હાલમાં બંને રાજકીય પક્ષો સોશ્યલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. આગામી ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ થવાની પણ આશંકા છે. ધાર્મિક વિવિધતા ધરાવતા આ દેશમાં ભડકાઉ તથા ઉશ્કેરણીજનક વીડિયો હિંસા ફેલાવવાના બનાવોનું માધ્યમ પણ બનતા રહે છે.

2014 સમયના હથિયારો હાલ કોંગ્રેસ પાસે પણ છે

કોંગ્રેસ  નરેન્દ્ર મોદી પર તેની જ નીતિઓ અને પાર્ટીની હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારાને લઈને શાબ્દિક પ્રહારો કરવાના મૂડમાં છે જયારે ભાજપ કોંગ્રેસને પ્રજાથી વિમુખ હોવાનું કહી કોંગ્રેસ પર શાબ્દિક હુમલાઓ કરવાનો છે. આ મહિને કોંગ્રેસે ભાજપના ત્રણ મોટા રાજયમાં ભાજપના જ ગઢમાં ગાબડું પાડ્યું છે. સત્તાની સેમિફાઈનલ ગણાતી આ ચૂંટણી ૨૦૧૯માં કાંટે કી ટક્કર માટે એક મંચ અત્યારથી તૈયાર થઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જિત પાછળ કોંગ્રેસની બદલાયેલી સોશ્યલ મીડિયાની રણનીતિ જવાબદાર છે. વર્ષ ૨૦૧૪માં સોશ્યલ મિડીયાના ઉપયોગથી યુવાઓમાં પ્રભુત્વ પાડી મોદીએ કોંગ્રેસને પરાજય આપીને ઈતિહાસની સૌથી મોટી હારનો એક પરિચય કરાવ્યો હતો. મોદીના આ જાદુ પાછળ સોશિયલ મીડિયા એક મોટું હથિયાર હતું.માત્ર ટ્વિટર જ નહીં પણ ફેસબુક ઉપર પણ ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો કર્યો હતો. મોદીએ અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક સાથે અનેક સ્થળોએ સભા સંબોધી હતી. બીજી તરફ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટ્વિટર પર ન હતા. વર્ષ ૨૦૧૫માં તેનું એક ટ્વિટર એકાઉન્ટ તૈયાર કરવામાં આવ્યું. હાલમાં વિપક્ષ પણ સોશિયલ મીડિયા પર લડી લેવાના મૂડમાં છે. એક રીસર્ચ અનુસાર વર્ષ ૨૦૧૪માં ભારતમાં ૧૫.૫ કરોડ લોકો પાસે સ્માર્ટફોન હતા. જયારે ૪૫ ટકા લોકો પાસે હાલમાં સ્માર્ટફોન છે જે અમેરિકાની કુલ વસ્તી કરતા પણ વધારે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code