આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાત સરકારે રાજ્યની 356 ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોનું નવું વરસ સુધારી દીધું છે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરાઈ છે. આ લાભ જાન્યુઆરી-2019ના ચૂકવાતા પગારમાં આપવાની નાયબ મુખ્યપ્રધાન નીતિનપટેલે જાહેરાત કરી હતી.
અધ્યાપક મંડળના પ્રતિનિધીઓની નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે ત્રણ કલાક ચાલેલી બેઠક પછી અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપવાની રાજ્ય સરકારે સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સરકાર આગામી દિવસોમાં આ અંગે પરિપત્ર જાહેર કરશે.
રાજયના સાડા સાત હજાર અધ્યાપકોને તેનો લાભ મળશે. સરકાર પર રૂપિયા 400 કરોડનો બોજ પડશે નાયબ મુખ્યપ્રધાને જાહેરાત કરી કે, 1 જાન્યુઆરી, 2016થી સાતમા પગાર પંચનો અમલ થશે અને આ પગારથી અધ્યાપકોનો પગારમાં રૂપિયા 8 હજારથી 15 હજાર સુધીનો વધારો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code