આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

મુંબઈ

જો તમારી પાસે બેંકનું કોઈ કામ બચ્યુ હોય તો તમે તમારુ જરૂરી કામ પતાવી દો. જો તમારે 20 ડિસેમ્બર સુધી પોતાના બેંકિંગ સંબંધી કામ ખતમ ન કર્યા તો તમારે તેના માટે લાંબી રાહ જોવી પડશે. વાસ્તવમાં ડિસેમ્બરમાં સતત પાંચ દિવસો માટે બેંકિંગ સેવા ઠપ્પ રહેવાની છે. હા, 20 ડિસેમ્બર બાદ બેંકિંગ સેવા 5 દિવસો માટે બંધ રહેશે. એટલે તમારે તમારા કામ માટે 26 ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે.

પાંચ દિવસ સુધી બંધ રહેશે બેંકિંગ સેવા

21 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર વચ્ચે પાંચ દિવસ સુધી બેંકો બંધ રહેશે. ઓલ ઈન્ડિયા ઓફિસર કન્ફેડરેશનના આહવાન પર 21 ડિસેમ્બરના રોજ દેશભરના બેંકકર્મીઓ હડતાળ પર જઈ રહ્યા છે. બેંકકર્મી પોતાની માંગો સાથે હડતાળ પર બેસશે. કેન્દ્રની નીતિના વિરોધમાં દેશભરના બેંકકર્મી હડતાળ પર રહેશે. 21 ડિસેમ્બરે બેંકોની હડતાળ છે તેમજ 22 ડિસેમ્બરે ચોથો શનિવાર છે જેના કારણે બેંક બંધ રહેશે.

20 ડિસેમ્બર પહેલા પતાવી દો કામ

23 ડિસેમ્બરે રવિવાર છે જેના કારણે બેંકોમાં રજા રહેશે. 24 ડિસેમ્બરે બેંકોની શાખાઓ ખુલશે પરંતુ સતત ત્રણ દિવસો બાદ બેંક ખુલવાના કારણે બેંકોમાં ભારે ભીડ હશે. જેના કારણે તમને મુશ્કેલી આવી શકે છે. 25 ડિસેમ્બરે ક્રિસમસની રજા હશે અને બેંક ફરીથી બંધ થઈ જશે. 26 ડિસેમ્બરે યુનાઈટેડ ફોરમ તરફથી ફરીથી બેંકોમાં હડતાળ છે

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code