આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

પાલનપુર તાલુકાના નવાબી તહેશીલ ગઢને તાલુકો બનાવવાની માંગ ઉગ્ર બની રહી છે અને સરકાર દ્રારા ગઢ તાલુકાની માંગ સંતોષવામાં નહી આવે તો અગામી લોકસભાની ચુટણીનો બહિષ્કાર સહીતના કાર્યક્રમો આપવા ગઢ વિસ્તાર આગેવાનો એ મન મનાવી દીધુ હોવાનું સામે આવ્યુ છે. આગામી 26 મી જાન્યુઆરીના રોજ બનાસકાંઠાના વડામથક પાલનપુર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતીમા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર છે ત્યારે આ રાષ્ટીય પર્વ ગઢને તાલુકા બનાવવાની વર્ષોની માંગને સતોષવામા આવે તેવી ગઢ પથંકમા પ્રબળ માંગ ઉઠી છે ત્યારે મુખ્યમંત્રી દ્રારા ગઢને તાલુકાનુ બિરૂદ આપવામા આવે તેવી માંગ ઉઠી છે. આ સાથે જો ગઢ તાલુકાની માંગ સતોષવામા નહી આવે તો અગામી લોકસભા ચુટણીનો બહિષ્કાર કરવાની આગેવાનો દ્રારા ચીમકી ઉચ્ચારાઇ છે.

“ગઢ એક વેપારી મથક ગામ છે નવાબી શાસન મા તહેશીલ હતુ અને હાલ આજુબાજુ ના 35થી 40 ગામો વેપાર ધંધા સાથે સંકયાળેલુ હોય ગઢ વિસ્તાર ના વિકાસ માટે ગઢ ને તાલુકો બનાવવો જોઇએ સરકાર દ્રારા ગઢ ને તાલુકો નહી બનાવાય તો અમો અગામી લોકસભાની ચુટણીનો બહિષ્કાર કરશુ અને આ અંગે અમે જીલ્લા ચુટણી અધિકારીને લેખીત જાણ પણ કરવાના છીએ.”   દેવાભાઇ જે સાળવી (કન્વીનર.એસ.પી.જી ગ્રુપ)  

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code