આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,રામજી રાયગોર 

ડીસાની તાલુકા પંચાયત કચેરીમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ ઉકાજી ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરાયું હતુ. કાર્યક્રમમાં ભારતના ઝંડાને સલામી આપીને 26મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરાઇ હતી.

તો બીજી તરફ ડીસાની આદર્શ સ્કૂલમાં પણ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ. જેમાં ભોયણ ગામના માજી સરપંચ વાસુ ભાઈ પ્રજાપતિના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ. શાળાના આચાર્ય સહીત શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને તિરંગાને સલામી આપીને ૨૬મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ સાથે બાળકો દ્વારા અવનવા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર ઉજવણીમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહીને 26મી જાન્યુઆરી ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code