આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

આગામી તા. ૨૬ જાન્યુઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ઉજવણી થવાની છે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લાન વહીવટીતંત્ર દ્વારા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૧૬ જાન્યુંઆરીના રોજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા આદર્શ નિવાસી શાળાના સંકુલમાં સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રમત ગમત ક્ષેત્રે સિધ્ધિઓ હાંસલ કરનાર ખેલાડીઓને શિલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ પ્રસંગે રાષ્ટ્રીય યુવા ભાજપના કારોબારી સભ્ય ર્ડા. હિતેષભાઇ ચૌધરીએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે આપણા જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરીની રાજકક્ષાની ઉજવણી થઇ રહી છે તે આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે. તેમણે કહ્યું કે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આપણે સૌ ઉત્સાહભેર જોડાઇ આ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી કરીએ. તેમણે રમત ગમત ક્ષેત્રે સારુ યોગદાન આપનાર ખેલાડીઓને અભિનંદન પાઠવતાં કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના યુવાનોએ રમત ગમત ક્ષેત્રે ખુબ સારી સફળતા મેળવીને સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ પ્રસંગે કબડ્ડી, ૧૦૦ મી. દોડ, ૨૦૦ મી. દોડ અને એથ્લેટીક્સ રમતોમાં ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં જિલ્લા રમત ગમત અધિકારી મુકેશભાઇ ઘોયા, અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામક પરમાર, આદર્શ નિવાસી શાળાના આચાર્ય, હેમંતભાઇ કાપડી,દ્રષ્ટીયબેન દવે સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને સારી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

27 Oct 2020, 3:12 AM (GMT)

COVID-19 Global Stats

43,776,586 Total Cases
1,164,515 Death Cases
32,179,652 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code