આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

આગામી તા.૨૬ જાન્યુ્આરી-૨૦૧૯ના રોજ રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કરવાનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ૨૬મી જાન્યુઆરી રાજયઉત્સવની ઉજવણીને અનુલક્ષી પાલનપુર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લા પ્રભારી મંત્રી ઇશ્વર પરમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં પ્રભારી મંત્રી ઇશ્વર પરમારે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પ્રજાસત્તાક પર્વ- રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી થવાની છે. જિલ્લામાં તા. ૭ જાન્યુઆરીથી ૨૬ મી જાન્યુઆરી સુધી વિવિધ દિવસો નક્કી કરી તે પ્રમાણે દિવસોની ઉજવણી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમ્યાન જિલ્લામાં ૩૧૦ જગ્યાએ ૩૮૩ વિકાસ કામોનું લોકાર્પણ અને ૧૪૭ વિકાસ કામોનું ખાતમૂર્હત કરવામાં આવશે.

રાજયકક્ષાની ઉજવણી માટે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને મુખ્ય સંકલન સમિતિ સહિત એટ હોમ કાર્યક્રમ સમિતિ, પરેડ, સલામતિ અને ટ્રાફીક નિયમન સમિતિ, આમંત્રણ, સ્વાગત અને પ્રોટોકોલ સમિતિ, વાહન સંપાદન અને ફાળવણી સમિતિ, મેગા ઇવેન્ટસ કાર્યક્રમ સમિતિ, વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂર્હત સમિતિ, મંડપ, લાઇટ, માઇક, રોશની, હેલીપેડ, બેઠક વ્યવસ્થાપન સમિતિ, પ્રજાસત્તાક દિન પૂર્વે યોજવામાં આવનાર ખાસ દિવસોની પૂર્વ તૈયારીના ઉજવણીના રીપોર્ટીગની સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઉજવણી મહોત્સવ સમિતિ, મહેમાનો માટે વ્યવસ્થાપન સમિતિ, ભોજન/અલ્પાહાર સમિતિ, આરોગ્ય સમિતિ, સ્વચ્છતા અને સુશોભન સમિતિ, પ્રેસ મિડીયા અને પ્રચાર-પ્રસાર સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ સંકલન સમિતિ, ડીઝાસ્ટર સમિતિ આમ કુલ- ૧૭ જેટલી સમિતિઓની રચના કરી તે પ્રમાણે કામગીરીની વહેંચણી કરવામાં આવી છે.
તા. ૨૬ જાન્યુ આરીએ ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ ધનિયાણા ચોકડી પાસે રામપુરા મેદાનમાં યોજવાનો છે તથા એટ હોમ કાર્યક્રમ જી. ડી. મોદી સકુંલમાં યોજાનાર હોઇ આ બંને સ્થળોની પ્રભારી મંત્રી ઇશ્વર પરમારે સ્થળ મુલાકાત લઇ અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

19 Oct 2020, 4:32 AM (GMT)

COVID-19 Global Stats

40,442,810 Total Cases
1,120,374 Death Cases
30,201,102 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code