આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

કોઇપણ પ્રકારના ધર્મ, જ્ઞાતિ, જાતિ, સંપ્રદાયના ભેદભાવ વગર સવાણી અને મોવલિયા પરિવાર દ્વારા સમૂહલગ્નનું આયોજન ખુબ જ સુંદર : મુખ્યમંત્રી રૂપાણી

લાડકડી સમૂહલગ્નમાં લગ્નગ્રંથિથી જોડાઇ રહેલા નવદંપતીઓને આશીર્વાદ આપવા આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં લગ્નને પવિત્ર બંધન તરીકે જોવામાં આવે છે. બે વ્યક્તિનું મિલન ફક્ત વ્યક્તિનું જ નહીં આત્માનું પણ મિલન છે. લગ્નથી બે વ્યક્તિ જ નહીં પરંતુ બે કુંટુંબો પણ જોડાઇ છે. આજે દેશની એકતા, અખંડિતતા સામે પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે જે રીતે કોઇપણ પ્રકારના ધર્મ, જ્ઞાતિ, જાતિ, સંપ્રદાયના ભેદભાવ વગર સવાણી અને મોવલિયા પરિવાર દ્વારા સમૂહલગ્નનું આયોજન થયું છે તે ઉમદા કાર્ય લોકોને એક નવી દિશા સૂચન કરાવી રહ્યું છે.261 દીકરીઓના સાસુ-સસરાઓએ વહુની આરતી ઊતારી તેણીને પુત્રીની જેમ ગણવાની સાથે સાથે ક્યારેય સ્ત્રીભ્રૂણ હત્યા નહીં કરવાના સંકલ્પ લીધા હતા. લગ્નનું માયરું રાષ્ટ્રધ્વજના કલરનો તૈયાર કરાયું હતું. સમૂહલગ્ન પૂર્ણ થતાની સાથે જ 35 યુગલને લગ્નનું સર્ટિફિકેટ ઇશ્યૂ કરી દેવાયા હતા. ઉપરાંત તમામ દીકરીઓને પ્રધાનમંત્રી જીવન વીમા કવર અને બે લાખના મેડિકલ વીમાનું કવર પૂરું પાડવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ના ફેસબુક પેજ પરથી

શહેરમાં આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે જાણીતું સવાણી પરિવાર તથા મોવલિયા પરિવાર માતા-પિતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર 261 દીકરીઓનું કન્યાદાન કરી સાસરે વળાવી હતી. 261 દીકરીઓમાં 6 મુસ્લિમ દીકરીઓના નિકાહ જ્યારે ત્રણ ખ્રિસ્તી અને 252 હિન્દુ દીકરીઓએ પોત-પોતાના સમાજના રીતિ-રિવાજ પ્રમાણે લગ્નગ્રંથિથી જોડાયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code