uttarayan
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વિજાપુર 

વિજાપુર શહેરમાં ઉતરાયણના રોજ પતંગબાજોની દોરીથી ઈજા પામેલા 27 જેટલા પક્ષીઓને જાયન્ટસ ગૃપ દ્વારા રેસ્કયુ કરીને તેમના કેમ્પમાં લાવવામાં આવ્યા હતા. આ પક્ષીઓને વિવિધ ડૉકટરો દ્વારા સર્જરી કરવામાં આવી છે. આ તમામ પક્ષીઓને આવતીકાલે અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

જાયન્ટસ ગૃપના કૌશિક પટેલ અને તેમની ટીમ દ્વારા કરાયેલ આ કેમ્પમાં વિજાપુરના આરએફઓ ચૌધરી, પીઆઈ ડી.બી.મહેતા અને મામલતદાર જી.કે.પટેલ તેમજ ડૉકટરોએ સતત હાજરી આપી ઈજાગ્રસ્ત પક્ષીઓને સાજા કરવાનો સફળ પ્રયત્ન કર્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code