ઉતરાયણ ઉપર વિજાપુરમાં ઘાયલ થયેલા 27 પક્ષીઓને રેસ્કયૂ કરાયા
અટલ સમાચાર, વિજાપુર વિજાપુર શહેરમાં ઉતરાયણના રોજ પતંગબાજોની દોરીથી ઈજા પામેલા 27 જેટલા પક્ષીઓને જાયન્ટસ ગૃપ દ્વારા રેસ્કયુ કરીને તેમના કેમ્પમાં લાવવામાં આવ્યા હતા. આ પક્ષીઓને વિવિધ ડૉકટરો દ્વારા સર્જરી કરવામાં આવી છે. આ તમામ પક્ષીઓને આવતીકાલે અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જાયન્ટસ ગૃપના કૌશિક પટેલ અને તેમની ટીમ દ્વારા કરાયેલ આ કેમ્પમાં વિજાપુરના આરએફઓ
Jan 17, 2019, 15:00 IST

અટલ સમાચાર, વિજાપુર
વિજાપુર શહેરમાં ઉતરાયણના રોજ પતંગબાજોની દોરીથી ઈજા પામેલા 27 જેટલા પક્ષીઓને જાયન્ટસ ગૃપ દ્વારા રેસ્કયુ કરીને તેમના કેમ્પમાં લાવવામાં આવ્યા હતા. આ પક્ષીઓને વિવિધ ડૉકટરો દ્વારા સર્જરી કરવામાં આવી છે. આ તમામ પક્ષીઓને આવતીકાલે અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
જાયન્ટસ ગૃપના કૌશિક પટેલ અને તેમની ટીમ દ્વારા કરાયેલ આ કેમ્પમાં વિજાપુરના આરએફઓ ચૌધરી, પીઆઈ ડી.બી.મહેતા અને મામલતદાર જી.કે.પટેલ તેમજ ડૉકટરોએ સતત હાજરી આપી ઈજાગ્રસ્ત પક્ષીઓને સાજા કરવાનો સફળ પ્રયત્ન કર્યો હતો.