ફિલ્મ ‘રામ લખન’ ના 30 વર્ષ પૂરા : માધુરી અને અનિલે ડાન્સ કરી સેલિબ્રેશન કર્યુ

અટલ સમાચાર,ડેસ્ક અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડીએ ઘણી સુપરહીટ ફિલ્મો આપી છે. તેમણે ફિલ્મ રામ લખનના 30 વર્ષ પુરા થવા પર ફેંસ માટે ખાસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત એક સાથે ડાંસ કરતા નજર આવ્યા. આ વીડિયોમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે ફિલ્મ ‘રામ લખન’ ના પ્રખ્યાત ગીત
 
ફિલ્મ ‘રામ લખન’ ના 30 વર્ષ પૂરા : માધુરી અને અનિલે ડાન્સ કરી સેલિબ્રેશન કર્યુ

અટલ સમાચાર,ડેસ્ક

અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડીએ ઘણી સુપરહીટ ફિલ્મો આપી છે. તેમણે ફિલ્મ રામ લખનના 30 વર્ષ પુરા થવા પર ફેંસ માટે ખાસ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત એક સાથે ડાંસ કરતા નજર આવ્યા. આ વીડિયોમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે ફિલ્મ ‘રામ લખન’ ના પ્રખ્યાત ગીત ‘માય નેમ ઇઝ લખન’ પર પર્ફોમ કર્યુ.

અનિલ કપૂરે ટ્વીટર પર પોસ્ટ કરતા કહ્યુ કે ‘માય નેમ ઇઝ લખન’ ને 30 વર્ષ થઇ ગયા છે અને આ ખૂબ ખુશીની વાત છે કે લખન આજે પણ લોકોના ચહેરા પર સ્માઇલ લઇ આવે છે. તેણે માધુરીના વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યુ કે આ એક ખાસ આકસ્મિક લાભ છે કે અમે રામ લખનની એનિવર્સરીના અવસર પર સાથે એક ફિલ્મ કરી રહ્યા છે. સારી વ્યક્તિ સાથે આ માઇલસ્ટોનને સેલિબ્રેટ કરવા વિશે વિચારી પણ નહોતો શકતો.