અટલ સમાચાર,વેરાવળ
થર્ટી ફસ્ટમાં વેરાવળમાં દારૂની રેલમછેલ કરવાના બુટલેગરોના બદઇરાદાને જીલ્લા એલ.સી.બી અને વેરાવળ પોલીસે નાકામ બનાવી દીઘેલ છે. દરયાઇ માર્ગે વેરાવળ બંદરમાં લવાયેલ વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલી ફિશિંગ બોટ ઝડપી પાડી છે. ૧૯.૩૪ લાખના વિદેશી દારૂ તેમજ ૨૦ લાખની ફિશીંગ બોટ મળી 40 લાખના મુદ્દામાલ સાથે વેરાવળના નામચીન બુટલેગર હરી ઉર્ફે ભાજપ બાંડીયા આબાદ ઝડપાયો. જયારે અન્ય ચાર બુટલેગર પોલીસને હાથતાળી આપી નાસી છુટ્યા હતા. પ્રાથમીક તપાસમાં દમણથી દરીયાઇ માર્ગે વિદેશી દારૂનો જથ્થો લવાયો હતો ત્યારે સમુદ્રી સુરક્ષા સામે અનેક સવાલો સર્જાયા છે.
અત્રે નોંધનીય છે કે વેરાવળ ના અરબી સમુદ્ર કિનારે સોમનાથ મંદિર આવેલું છે. જે આતંકીઓના હિટ લિસ્ટમાં છે. સોમનાથ મંદિર ખાતે ઝેડ પલ્સ સુરક્ષા તૈનાત છે ત્યારે આવા સમયે દરિયાઈ માર્ગે સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે.