ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં મહેસાણાના 5 ખેલાડીઓ ઝળક્યા
અટલ સમાચાર, મહેસાણા લખનઉ ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં દેશ-વિદેશો જેવા કે ભારત ઉપરાંત સ્વીડન, જાપાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ ઉજબેકીસ્તાન જેવા 14 દેશોમાંથી 450 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં મહેસામાના સિત્તો રિયુ કરાટે સ્કૂલ ઓફ ઈન્ડીયાના કોચ શક્તિ રાજેશભાઈ જયસ્વાલના અંડરમાં તાલીમ લઈ રહેલા 5 ખેલાડીઓ ઝળક્યા છે. આ સ્પર્ધામાં વામન નાયક તથા તનિષ્ક પટેલ
Jan 1, 2019, 14:33 IST

અટલ સમાચાર, મહેસાણા
લખનઉ ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં દેશ-વિદેશો જેવા કે ભારત ઉપરાંત સ્વીડન, જાપાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ ઉજબેકીસ્તાન જેવા 14 દેશોમાંથી 450 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં મહેસામાના સિત્તો રિયુ કરાટે સ્કૂલ ઓફ ઈન્ડીયાના કોચ શક્તિ રાજેશભાઈ જયસ્વાલના અંડરમાં તાલીમ લઈ રહેલા 5 ખેલાડીઓ ઝળક્યા છે.
આ સ્પર્ધામાં વામન નાયક તથા તનિષ્ક પટેલ ગોલ્ડ મેન્ડલ, આર્યન ચાૈધરી સિલ્વર મેડલ તતા વત્સેલ સોની અને દૈવ પુરોહિત બ્રોન્ઝ મેડલ મેળવીને મહેસાણાનું આંતરરાષ્ટ્રીયકક્ષાએ નામ રોશન કર્યું છે.