નોકરી આપવાનું કહી નાગલપુરના રહીશ પાસેથી 4 લાખ પડાવી લીધા

અટલ સમાચાર, મહેસાણા નોકરીની મહેચ્છાના માહોલમાં વચેટીયાઓ ધંધો રળવા છેતરપિંડી કરી રહ્યા છે. અગાઉની ઘટનાઓની જેમ ફરી એકવાર નોકરી માટે મહેસાણા નજીકના નાગલપુરના યુવકે 4 લાખ ગુમાવ્યા છે. પોતે છેતરાઈ ગયા હોવાનું ભાન થયા બાદ આરોપી યુવક સામે મહેસાણા બીડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મુળ ચાણસ્માના લણવા ગામના અને હાલ અમદાવાદ
 
નોકરી આપવાનું કહી નાગલપુરના રહીશ પાસેથી 4 લાખ પડાવી લીધા

અટલ સમાચાર, મહેસાણા

નોકરીની મહેચ્છાના માહોલમાં વચેટીયાઓ ધંધો રળવા છેતરપિંડી કરી રહ્યા છે. અગાઉની ઘટનાઓની જેમ ફરી એકવાર નોકરી માટે મહેસાણા નજીકના નાગલપુરના યુવકે 4 લાખ ગુમાવ્યા છે. પોતે છેતરાઈ ગયા હોવાનું ભાન થયા બાદ આરોપી યુવક સામે મહેસાણા બીડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ ચાણસ્માના લણવા ગામના અને હાલ અમદાવાદ રહેતા દેસાઈ રામસિંહ કરશનભાઈએ નાગલપુરના પ્રજાપતિ મુકેશભાઈ નાથાલાલના પરિવાર સાથે તબક્કાવાર પરિચય કેળવી ઘરોબો બનાવ્યો હતો. આ દરમિયાન પોતે અનેક જગ્યાએ ઓળખાણ ધરાવતા હોવાની ખાતરી આપી વિવિધ કામો કરાવવા વિશ્વાસ ઉભો કર્યો હતો. જેથી પોતાના પુત્રને નોકરી અપાવવાની લાલચમાં પ્રજાપતિ મુકેશભાઈએ તબક્કાવાર 4,00,000ની રકમ આપી હતી.

આ તરફ નોકરી માટે વારંવાર ઉઘરાણી કરવા છતાં કોઈ કામ નહી થતા પોતે છેતરાઈ ગયા હોવાનું ભાન થતા પગતળે રેલો આવ્યાનો માહોલ બન્યો છે. જેથી ભારે અફડા-તફડી વચ્ચે ફરિયાદી મુકેશભાઈએ આરોપી વિરુદ્ધ મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.