STમાં ઓનલાઈન બુકિંગ કરાવનારને 4 થી 6 ટકા ડિસ્કાઉન્ટ : મુખ્યમંત્રીએ કરી જાહેરાત

અટલ સમાચાર,અમદાવાદ ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગત ર. જાન્યુઆરીના 2000 બસ કંડકટરોને નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા તેમજ આંતરરાજ્ય વોલ્વો બસ સેવાને પ્રસ્થાન કરાવતી વેળાએ ડીઝીટલાઈઝેશનને પ્રોત્સાહન આપવાના હેતુથી એસટી બસમાં ઓનલાઈન બુકીગ કરાવનારને 4 થી 6 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ
 
STમાં ઓનલાઈન બુકિંગ કરાવનારને 4 થી 6 ટકા ડિસ્કાઉન્ટ : મુખ્યમંત્રીએ કરી જાહેરાત

અટલ સમાચાર,અમદાવાદ

ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગત ર. જાન્યુઆરીના 2000 બસ કંડકટરોને નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા તેમજ આંતરરાજ્ય વોલ્વો બસ સેવાને પ્રસ્થાન કરાવતી વેળાએ ડીઝીટલાઈઝેશનને પ્રોત્સાહન આપવાના હેતુથી એસટી બસમાં ઓનલાઈન બુકીગ કરાવનારને 4 થી 6 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા આજથી જ આ જાહેરાતની અમલવારી શરૂ કરી ઓનલાઈન બુકીગ કરાવનાર વોલ્વો બસના મુસાફરોને 6 ટકા અને 100 કિ.મી.થી વધુ અંતરની લોકલ બસ તેમજ એકસપ્રેસ, સુપર એકસપ્રેસ, ગુર્જરનગરી અને સ્લીપર કોચ સહિતની અન્ય બસોના મુસાફરોને 4 ટકા ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કરાયું છે.

રાજકોટ-અમદાવાદ વોલ્વો બસનું મુસાફર ભાડું રૂા.417 છે પરંતુ ઓનલાઈન બુકીગ કરાવવામાં આવે તો ભાડુ રૂા.397 થશે. જયારે રાજકોટ-ભાવનગર વોલ્વોનું ભાડું રૂા.251 છે પરંતુ ઓનલાઈન બુકીગ કરાવાય તો ભાડું રૂા.236 થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.