અટલ સમાચાર, મહેસાણા
41 ગામ કડવા પાટીદાર સમાજ મિત્રમંડળનો 12મો સ્નેહમિલન સમારોહ જક્ષણી માતાજી મંદિર, લેકાવાડા ગામે યોજાઈ ગયો. કાર્યક્રમમાં સમારોહના મુખ્ય મહેમાન તરીકે બાબુભાઈ બી.પટેલ, ઈટાદરા, મંત્રી 41 ગામ કડવા પાટીદાર સમાજ, માણસા અને અતિથિ વિશેષ તરીકે માધુભાઈ યુ.પટેલ, ઈટાદરા ઉપસ્થિત રહેલ. સમાજને શિક્ષણક્ષેત્રે પ્રગતિ સાધવા જણાવેલ તેમજ સરકારે બનાવેલ બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમનો દરેક પરિવારને લાભ લેવા જણાવ્યું હતું. બેટી બચાવો વિષય પર વિસ્તૃત સમજણ આપેલ.