આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અંબાજી

અંબાજી મંદિર ટ્રસ્ટની વિવિધ શાખાઓમાં 300 જેટલા કર્મચારીઓ આઉટ સોર્સીંગથી વિવિધ કંપનીઓના કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓને પગારમાં પુરતા નાણાં અને તેમના હકના P.Fના નાણાં ન આપી કમીશનની માંગણી કરવા, સમયસર પગાર ન આપવા તેમજ છુટા કરી દેવાની ધાકધમકી અપાતા કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓએ શ્રમ અયુક્તમાં લેખિત ફરિયાદ કરાતા જીલ્લા શ્રમ અધિકારી આજે અંબાજી પહોંચ્યા હતા.

અંબાજી મંદિર ટ્રસ્ટમાં હંગામી ધોરણે કામ કરતા 300 જેટલા કર્મચારીઓ પૈકી 62 કર્મચારીઓ એ નામ જોગની લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી છે. જેને લઈ બનાસકાંઠા જીલ્લા શ્રમ અધિકારી પોતાની ટિમ સાથે અંબાજી પહોંચ્યા હતા. અહીંયા મોટી સંખ્યામાં શોષિત કામદારોના નિવેદનો લીધા હતા. સાથે શોષણ જેવું ગુનાહિત કૃત્ય કરનાર કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તો આ સાથે જ લેબરકોર્ટમાં પુરવાર થયેથી લાખો રૂપીયાના દંડની જોગવાઈ હોવાની સાથે આ વિવાદિત એજન્સીઓ ફરીથી ટેન્ડર ન લઈ શકે તેવી વહીવટી પ્રોસેસ કરવાની વાત પણ જિલ્લા શ્રમ અધિકારી ચિંતન ભટ્ટે કરી હતી.

જોકે આ કર્મચારીઓને શોષણ કરવાની ફરિયાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સહીત કુલ 5 એજન્સી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં મંદિર ટ્રસ્ટને આઉટ સોર્સીંગથી કામદારો પુરા પાડતી કંપનીઓ (નંબર-1 મસીયા મેઇનપાવર સર્વિસીસ ,મહેસાણા) (નંબર-2 એ.બી.એન્ટરપ્રાઈઝ ,મહેસાણા) (નંબર-3 ડી.બી એન્ટરપ્રાઇઝ ,મહેસાણા) (નંબર-4 ડાયનેમિક રિસોર્સીસ કોન્ટ્રાક્ટર ,અમદાવાદ) કંપનીઓ સામે ફરિયાદ થઈ છે.

જોકે આ ફરીયાદ કરાતાં મેઇનપાવન પુરી પાડતી વિવાદીત કંપનીઓ હાલનાં કર્મચારીઓને છુટા ન કરે તેવી બાબત પણ કામદારોએ મુકતાં શ્રમ અધીકારીએ જણાવ્યુ હતુ કે જો હવે છુટા કરવાની કે ધાકધમકી અપાશે તો વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે.

કઇ કઇ કંપનીઓ સામે ફરીયાઇ નોંધાવી ?

૧. મસીયા મેઇનપાવર સર્વિસીસ,મહેસાણા
ર. એ.બી.એન્ટરપ્રાઈઝ ,મહેસાણા
3. ડી.બી એન્ટરપ્રાઇઝ ,મહેસાણા
૪. ડાયનેમિક રિસોર્સીસ કોન્ટ્રાક્ટર ,અમદાવાદ

 

21 Sep 2020, 12:35 PM (GMT)

COVID-19 Global Stats

31,220,096 Total Cases
964,761 Death Cases
22,815,649 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code