આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

દેશની રાજધાની દીલ્હીમાં 70માં ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર ધ્વજ ફરકાવ્યો હતો. તેમણે લાંસ નાયક અયૂબ અલી (મરણોપરાંત)ને અશોક ચક્રથી સન્માનિત કર્યા હતા. ત્યાર બાદ પરેડ શરૂ કરવામાં આવી હતી. સેનાની જુદી-જુદી ટુકડીઓ તેમની શક્તિનું પ્રદર્શન કર્યુ હતુ. પરેડની શરૂઆતમાં T-90 ટેંકની ઝાંખીએ સૌ કોઇનું ઘ્યાન ખેચ્યું હતું. મહત્વનું છે કે, આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડનો સમય લગભગ 90 મિનિટ હતો.

આ વર્ષના ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન રાજપથ પર યોજનાર પરેડનું મુખ્ય આકર્ષણોમાં 58 જનજાતીય અતિથિ, જુદા-જુદા રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગોની 22 ઝાંખીઓ તથા જુદી-જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુતિઓ પ્રસ્તુત કરવામાં આવ્યુ હતુ. શનિવારે ગણતંત્ર દિવસ પર આયોજીત કાર્યક્રમમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતા. ગણતંત્ર દિવસ સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતી પર શહીદોને પુષ્પચક્ર અર્પણ કર્યા હતા.

ગુહ મંત્રાલયે જણાવ્યું હતુ કે, આ વર્ષે ગણતંત્ર દિવસ પર જુદા-જુદા રાજ્યોની ઝાંખીની સાથે સાંસ્કૃતિક, એએતિહાસિક અને વિકાસ પર આધારિત કેન્દ્ર સરકારના વિભાગોની ઝાંખી પહેડનો ભાગ લીધો હતો. સાંસ્કૃતિક વિષય પર આધારિત કેટલીક ઝાંખીઓ માટે લોક નૃત્ય પણ કરાયા હતા. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા 26 બાળકોએ ખુલ્લી જીપમાં બેસીને ઝાંખીનો ભાગ લીધો હતો.

30 Sep 2020, 11:04 AM (GMT)

COVID-19 Global Stats

34,135,561 Total Cases
1,018,048 Death Cases
25,399,603 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code