મહેસાણા નજીક રામપુરાની નર્મદા કેનાલમાં ૪૦ વર્ષના વ્યકિતએ ઝંપલાવ્યું
અટલ સમાચાર,મહેસાણા મહેસાણા નજીક રામપુરા નર્મદા કેનાલમાં બુધવારે બપોરે એક ઇસમે આપઘાત કરી લીધાના સમાચાર મળતા જ મહેસાણા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. રાંતેજના રહેવાસી ધનશ્યામભાઇ જયરામભાઇ પટેલે (ઉ.વ.આ.૪૦) અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતિ અનુસાર મહેસાણા જીલ્લાના રામપુર ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં
Feb 13, 2019, 18:42 IST

અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા નજીક રામપુરા નર્મદા કેનાલમાં બુધવારે બપોરે એક ઇસમે આપઘાત કરી લીધાના સમાચાર મળતા જ મહેસાણા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. રાંતેજના રહેવાસી ધનશ્યામભાઇ જયરામભાઇ પટેલે (ઉ.વ.આ.૪૦) અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતિ અનુસાર મહેસાણા જીલ્લાના રામપુર ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ઇસમ ડુબી જતા દોડધામ મચી ગઇ હતી. આથી મહેસાણા પાલિકાના ફાયર વિભાગને કેનાલમાં બચાવકાર્ય માટે દોડી આવવા જાણ થઇ હતી. રામપુરાની નર્મદા કેનાલમાં ૪૦ વર્ષીય સ્થાનિક ઇસમે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. મહેસાણા નગરપાલિકાની ફાયરટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બેચરાજી તાલુકાના રાંતેજ ગામના વતની ધનશ્યામભાઇ જયરામભાઇ પટેલની લાશને બહાર કાઢી હતી. મૃતકની લાશને પી.એમ. માટે હોસ્પિટલ મોકલી દેવાઇ હતી.