આંતરરાષ્ટ્રીયઃ પૂર્વ અફઘાનિસ્તાનમાં બૉમ્બ-વિસ્ફોટ થતાં 15 બાળકોના મોત, 20 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક અફઘાનિસ્તાનના પૂર્વમાં આવેલા ગઝની પ્રાંતમાં થયેલા બ્લાસ્ટમાં 15 બાળકોનાં મૃત્યુ થયાં છે તેમજ 20 લોકો ઘાયલ થયા છે, જેની ખરાઈ તંત્ર અને પોલીસ સૂત્રો દ્વારા કરાઈ રહી છે. ગિલાન જિલ્લામાં થયેલ આ ધડાકાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ બ્લાસ્ટ એક રિક્ષાના પાછળના ભાગે થયો હતો.
 
આંતરરાષ્ટ્રીયઃ પૂર્વ અફઘાનિસ્તાનમાં બૉમ્બ-વિસ્ફોટ થતાં 15 બાળકોના મોત, 20 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક

અફઘાનિસ્તાનના પૂર્વમાં આવેલા ગઝની પ્રાંતમાં થયેલા બ્લાસ્ટમાં 15 બાળકોનાં મૃત્યુ થયાં છે તેમજ 20 લોકો ઘાયલ થયા છે, જેની ખરાઈ તંત્ર અને પોલીસ સૂત્રો દ્વારા કરાઈ રહી છે. ગિલાન જિલ્લામાં થયેલ આ ધડાકાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ બ્લાસ્ટ એક રિક્ષાના પાછળના ભાગે થયો હતો.

જોકે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે એક વિસ્ફોટ થયા વગરના દારૂગોળાને બાળકો એક વેપારીને ત્યાં વેચવા માટે લઈ જઈ રહ્યાં હતાં તે વખતે આ બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો બપોરના બે વાગ્યે એક મકાન, કે જ્યાં કુરાન વાંચવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તેની પાસે થયો હતો. ઍસોસિયેટેડ પ્રેસને ગઝનીના પ્રોવિન્સિયલ ગવર્નરના પ્રવક્તા વહીદુલ્લાહ જુમઝાદાએ જણાવ્યું હતું કે જ્યારે એક રિક્ષાચાલક ગામમાં પ્રવેશ્યો ત્યારે બ્લાસ્ટ થયો હતો. નિવેદન અનુસાર આ રિક્ષાની આસપાસ બાળકો હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તેમણે વધુમાં જણાવ્યું કે આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધુ હોઈ શકે છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે પોલીસના પ્રવક્તા અહમદ ખાને તાલિબાન પર હુમલાનો આરોપ નાખ્યો હતો. જ્યારે તાલિબાનના પ્રવક્તા ઝબિનુલ્લાહ મુજાહિદે ઍસોસિયેટેડ પ્રેસને જણાવ્યું કે બાળકો જ્યારે વિસ્ફોટ થયા વગરના દારૂગોળાને વેપારી પાસે લઈ આવ્યાં ત્યારે આ ધડાકાના કારણે 12 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.