અમદાવાદ અગ્નીકાંડમાં આઠના ભોગ બાદ સરકાર જાગી,ફાયરસેફ્ટી મુદ્દે તપાસ

અટલ સમાચાર.અમદાવાદ નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા 8 દર્દીના મોત નીપજ્યાં છે. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલમાં ફાયરસેફ્ટી હતી કે, કેમ તે અંગે સવાલ ઉઠી રહ્યાં છે. હોસ્પિટલમાં 49 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતાં. આગ રાત્રે 3:00 વાગે લાગી હતી અને 4.20 એ આગ પર
 
અમદાવાદ અગ્નીકાંડમાં આઠના ભોગ બાદ સરકાર જાગી,ફાયરસેફ્ટી મુદ્દે તપાસ

અટલ સમાચાર.અમદાવાદ
નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા 8 દર્દીના મોત નીપજ્યાં છે. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલમાં ફાયરસેફ્ટી હતી કે, કેમ તે અંગે સવાલ ઉઠી રહ્યાં છે. હોસ્પિટલમાં 49 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતાં. આગ રાત્રે 3:00 વાગે લાગી હતી અને 4.20 એ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં 5 પુરુષ, ત્રણ મહિલાના મોત થયાં અને એક મેડિકલ પેરામેડીકલ સ્ટાફ ઇજાગ્રસ્ત થયો છે. અમદાવાદ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે અને રાજ્યમાં તમામ હોસ્પિટલમાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં નવરંગપુરામાં શ્રેય હોસ્પિટલને લઈને એક ખુલાસો થયો છે. શ્રેય હોસ્પિટલને ફાયર સેફ્ટીનું સર્ટીફિકેટ મળ્યું નહોતું. તેમ છતાં વગર ફાયરસર્ટીએ AMCએ કોવિડ હોસ્પિટલ બનાવવાની પરમિશન આપી હતી. ત્યારબાદ આ ઘટનામાં ફાયર સેફ્ટી મુદ્દે પણ આજે વધુ એક મોટો ખુલાસો થયો છે. જેમાં આખા અમદાવાદ શહેરમાં માત્ર 91 ફાયર NOC જ હોવાનું સામે આવ્યું છે. 2100 મોટી હોસ્પિટલ વચ્ચે માત્ર 91 ફાયર NOC હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ માહિતી સામે આવતા કાયદો માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
રાજકોટમાં ફાયર સેફ્ટીના ચકાસણીના આદેશ આપી દેવામાં આવી છે. રાજકોટમાં આવેલી તમામ કોવિડ 19 હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ચકાસણીના આદેશ આપી દેવામાં આવ્યા છે, એટલું જ નહીં, શહેરની 16 ખાનગી હોસ્પિટલોમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યો છે. અને સાંજ સુધીમાં સમગ્ર રિપોર્ટ રજૂ કરવા માટે જણાવાયું છે.
બીજી બાજુ ભાવનગરની 7 ખાનગી હોસ્પિટલોમાં આજે સપાટો બોલાઈ ગયો છે. ભાવનગરની 7 ખાનગી હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર વિભાગે 7 હોસ્પિટલને નોટીસ ફટકારતા ભાવનગરમાં હડકંપ મચી જવા પામ્યો છે. ભાવનગરમાં કોવિડ માટે 13 હોસ્પિટલ રાખવામાં આવી છે. 13માંથી 7 હોસ્પિટલમાં ફાયરની NOC નથી. જેના કારણે ફાયર ઓફિસરે શહેરની 7 ખાનગી હોસ્પિટલોને નોટિસ આપી છે.