palanpur dhavj bandan
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાલનપુર

આગામી તા.26મી જાન્‍યુઆરી-2019 પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી બનાસકાંઠા જિલ્‍લાના પાલનપુર ખાતે શાનદાર રીતે યોજાવવાની છે ત્‍યારે આ મહાન રાષ્‍ટ્રીય પર્વની આનંદ, ઉત્‍સાહ અને હર્ષપૂર્વક માહોલમાં ઉજવણી કરવા બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર જીલ્‍લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ પ્રસંગે યોજાઇ રહેલ વિવિધ કાર્યક્રમો, સ્‍વચ્‍છતા ઝુંબેશ, રસ્તા મરામત, રોશની, રંગરોગાન અને વિવિધ સ્થળોની સજાવટથી જિલ્લાભરમાં આનંદ-ઉત્‍સાહના માહોલની જમાવટ થઇ રહી છે.

બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી બી.એ.શાહ, પોલીસ અધિક્ષકશ્રી પ્રદીપ સેજુલ, અંબાજી દેવસ્‍થાન ટ્રસ્‍ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડા, પ્રાન્‍ત અધિકારીશ્રી દાંતા સહીત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

તા.22 થી ૨૬ જાન્‍યુઆરી દરમિયાન યોજાનાર કાર્યક્રમો

મુશાયરોઃ તા.19ના રોજ સાંજે 8 વાગે કાનુભાઇ મહેતા હોલ પાલનપુર ખાતે મુશાયરો (કવિ સંમેલન) યોજાશે. જેમાં પ્રસિધ્‍ધ કવિઓ પાલનપુરના મુસાફીર પાલનપુરી, કચ્‍છ-ભુજના વંચિત કુકમાવાળા, અમદાવાદના અનિલ ચાવડા અને કૃષ્‍ણ દવે તથા પાલનપુરના પ્રો. એ. ટી. સિંધી વગેરે પ્રસિધ્‍ધ કવિઓ તેમની ભવ્‍ય રચનાઓ રજુ કરી મુશાયરાની શાનદાર મહેફીલ જમાવશે.

શસ્‍ત્ર પ્રદર્શનઃ વિધામંદિર સંકુલ પાલનપુર ખાતે તા.22 થી 25 દરમિયાન સવારે 9થી સાંજના 5 વાગ્‍યા સુધી શસ્‍ત્ર પ્રદર્શન યોજાશે. જેમાં પોલીસ અને બી.એસ.એફ. દ્વારા અતિ આધુનિક હથિયારો તેમજ પુરાણા હથિયારો એન્‍ટીક તરીકે પ્રદર્શનમાં મુકાશે.

અસ્‍મિતા ઉત્તર ગુજરાત પ્રદર્શનઃ વિધામંદિર સંકુલ પાલનપુર ખાતે તા.22 થી 25 દરમિયાન સવારે 9 થી સાંજના 5 વાગ્‍યા સુધી અસ્‍મિતા ઉ.ગુજરાત પ્રદર્શન યોજાશે. આ પ્રસંગે વન વિભાગ દ્વારા પણ બનાસકાંઠાના વન અભયારણ્યો અંગેનું પ્રદર્શન ગોઠવાશે.

ડાયરોઃ તા. 22 જાન્‍યુ.ના રોજ પાલનપુર મુકામે જયોર્જ ફીફથ કલબ ખાતે રાત્રે- 8 થી 10 વાગ્‍યા સુધી ડાયરો યોજાશે. જેમાં પ્રસિધ્‍ધ કલાકારો અભેસિંહ રાઠોડ, દમયંતિ બરડાઇ તથા તેમનું કલાવૃન્‍દ ડાયરાની શાનદાર જમાવટ કરશે.

બેન્ડ અને શૌર્યગીતોની સુરાવલી સાથે પરેડ

ઉજવણી પ્રસંગે તા. 22, 23 અને 24 જાન્યુ.ના રોજ પાલનપુર ખાતે સાંજના 5 થી 6 વાગ્‍યા દરમિયાન બેન્ડ અને શૌર્યગીતોની સુરાવલી સાથે પરેડ યોજાશે. જેમાં વિધાર્થીઓ અને જાહેર જનતા વિશાળ સંખ્યામાં જોડાશે. ગુરૂનાનક ચોકથી સિવીલ હોસ્‍પિટલ, ગઠામણ ગેટથી પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ, કલેકટરશ્રીની કચેરીથી હનુમાન ટેકરી સુધી.

ભીંત ચિત્રકળા, મશાલ પી.ટી. અને કેન્‍વાસ પેઇન્‍ટીંગ 
તા.24 અને 25 ના સવારે 9 વાગ્‍યાથી પાલનપુર નગરપાલિકાના 32 સ્‍થળોએ ભીંત ચિત્રકળા યોજાશે. તા.24 જાન્‍યુ. ના રોજ સાંજે 7 વાગે જયોર્જ ફીફથ કલબ પાલનપુર ખાતે પોલીસ વિભાગ દ્વારા મશાલ પી.ટી. યોજાશે. તેમજ તા.24 જાન્‍યુ. ના રોજ સવારે 9 વાગે પ્રાંત કચેરી પાલનપુરથી ડિસ્‍ટ્રીકટ કોર્ટ સુધીના રોડ પર કેન્‍વાસ પેઇન્‍ટીંગ યોજાશે.

તા.૨૫ જાન્‍યુઆરીના રોજ મુખ્‍યમંત્રી વિજય રુપાણીની ઉપસ્‍થિતીમાં કાર્યક્રમો

તા.25 જાન્‍યુઆરીના રોજ સવારે 9 વાગે વિધામંદિર સંકુલ પાલનપુર ખાતે મુખ્‍યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્‍યક્ષસ્‍થાને યુવા સંમેલન યોજાશે. ત્‍યારબાદ પ્રસિધ્‍ધ યાત્રાધામ અંબાજી ખાતે મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતીમાં અંબાજી મંદિર સુવર્ણ શિખર કાર્યક્રમ તેમજ વિવિધ વિકાસકામોના લોકાર્પણ કરવામાં આવશે.

25ના રાજ્યપાલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ તા. 25 જાન્યુઆરીના રોજ પાલનપુર ખાતે જી.ડી.મોદી કોલેજમાં એટ હોમ કાર્યક્રમ યોજાશે. જેમાં માન. રાજયપાલ અને માન. મુખ્યમંત્રી અને મહાનુભાવો જિલ્લાના અગ્રણીઓ, નાગરિકો વગેરેને શુભેચ્છાઓ પાઠશે. તેમજ સાંજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે વિશિષ્‍ઠ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવશે.
ધ્‍વજવંદનનો મુખ્‍ય કાર્યક્રમ રામપુરા ચોકડી સામેના મેદાનમાં

તા. 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસે સવારે ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ પાલનપુર- દાંતા – અંબાજી હાઇવે રોડ પર ધનિયાણા ચોકડી પાસે આવેલ રામપુરા મેદાનમાં યોજાશે.

બનાસકાંઠામાં મુખ્યમંત્રીના હસ્તે થનાર લોકાર્પણ

  • મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે અંબાજી ગ્રામ પંચાયત સંચાલીત શાળાના રિનોવેશન માટે શ્રી અંબાજી દેવસ્‍થાન ટ્રસ્‍ટ દ્વારા રૂ. ૪ કરોડ ફાળવી શાળાને સુવિધાસજ્જ બનાવવામાં આવી છે જેનું લોકાર્પણ કરવામાં આવશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code