હિંમતનગરના કાણીયોલ ગામે ગાડી પાછી લેવા બાબતે જૂથ અથડામણ: પ ને ઇજા

અટલ સમાચાર,હિંમતનગર સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલ કાણીયોલ ગામે ગાડી પાછી લેવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણ થતા સમગ્ર પંથકમાં ભયનું વાતાવરણ જોવા મળ્યુ હતુ. વિગત અનુસાર હિમતનગર તાલુકાના કાણીયોલ ગામે ગાડી પાછી લેવાની સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થતા મામલો બીચકયો હતો. જેના કારણે ખણુંસા અને કાણીયોલ ગામની બે કોમના જૂથ વચ્ચે બોલાચાલી થતા બંને ગામના
 
હિંમતનગરના કાણીયોલ ગામે ગાડી પાછી લેવા બાબતે જૂથ અથડામણ: પ ને ઇજા

અટલ સમાચાર,હિંમતનગર

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલ કાણીયોલ ગામે ગાડી પાછી લેવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણ થતા સમગ્ર પંથકમાં ભયનું વાતાવરણ જોવા મળ્યુ હતુ. વિગત અનુસાર હિમતનગર તાલુકાના કાણીયોલ ગામે ગાડી પાછી લેવાની સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થતા મામલો બીચકયો હતો. જેના કારણે ખણુંસા અને કાણીયોલ ગામની બે કોમના જૂથ વચ્ચે બોલાચાલી થતા બંને ગામના જુદી જુદી કોમના લોકો વચ્ચે જૂથ અથડામણ થતા 5 લોકોને ઘાયલ થયા હતા. 5 લોકોને માથાનાં ભાગે ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હિમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

હિંમતનગરના કાણીયોલ ગામે ગાડી પાછી લેવા બાબતે જૂથ અથડામણ: પ ને ઇજા

આ ઘટનાને પગલે પોલીસે સ્થળ પર ટોળાને વિખેરવા ટીયરગેસના 3 સેલ છોડ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. તો પોલીસ દ્વારા બંને ગામોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બાદમાં પોલીસે પરિસ્થિતિને જોતા જીલ્લા એસ.ઓ.જી પોલીસ અને એલ.સી.બી પોલીસ તથા અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઉતારી દઈ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે હાલતો પરિસ્થિતિ કાબુમાં લઇ બન્ને પક્ષે ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે પોલીસ દ્વારા બંને ગામોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.