લોકસભા ચૂંટણીને લઈ પાટણ બેઠકની વડગામ ખાતે બેઠક યોજાઈ

અટલ સમાચાર,વડગામ બનાસકાંઠાના વડગામ મામલતદાર કચેરી ખાતે લોકસભાની ચૂંટણીને લઈ બેઠક યોજાઈ હતી. જેમાં પાટણ કલેકટર અને તાલુકાના તમામ અધિકારીઓ હાજર રહી આગામી ચૂંટણીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી માટેનુ બ્યુગલ ફુકાય ચુક્યુ છે. ત્યારે વિવિધ સરકારી અધિકારીઓને ચૂંટણી લગતી જવાબદારી સોંપાઈ રહી છે. જેના પગલે જે તે લોક સભા વિસ્તારની બેઠકો માટેની
 
લોકસભા ચૂંટણીને લઈ પાટણ બેઠકની વડગામ ખાતે બેઠક યોજાઈ

અટલ સમાચાર,વડગામ

બનાસકાંઠાના વડગામ મામલતદાર કચેરી ખાતે લોકસભાની ચૂંટણીને લઈ બેઠક યોજાઈ હતી. જેમાં પાટણ કલેકટર અને તાલુકાના તમામ અધિકારીઓ હાજર રહી આગામી ચૂંટણીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી.

લોકસભાની ચૂંટણી માટેનુ બ્યુગલ ફુકાય ચુક્યુ છે. ત્યારે વિવિધ સરકારી અધિકારીઓને ચૂંટણી લગતી જવાબદારી સોંપાઈ રહી છે. જેના પગલે જે તે લોક સભા વિસ્તારની બેઠકો માટેની ચૂંટણીને લગતી કામગીરી માટે અધિકારીઓ સમીક્ષા બેઠક યોજી રહ્યા છે. જેમાં મદદનીશ ચૂંટણી અધિકારી સી.સી.પટેલ,વડગામ મામલતદાર અને ઝોનલ ઓફિસર આર.સી.ઠાકોર, ઝોનલ ઓફિસર વડગામ ટીડીઓ એ.એચ.પરમાર,નાયબ મામલતદાર મહેશભાઈ પરમાર સહિત મામલતદાર કચેરી અને વડગામ તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને આગામી ૨૦૧૯ની લોક સભાની ચૂંટણી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ અધિકારીઓને ચૂંટણી લક્ષી જવાબદારી સોંપવામાં આવી હતી.