અલ્પેશ ઠાકોરની સમર્થકો સાથે બેઠક, નવા-જૂનીના એંધાણઃ સૂત્ર

અટલ સમાચાર, મહેસાણા ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી ઘણા સમયથી નારાજ છે અને આ નારાજગી સમયાંતરે તેઓ વ્યક્ત પણ કરી ચૂક્યા છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણીને ગણતરીનો સમય બાકી હોઈ કોંગ્રેસનો સાથ છોડી શકે તેવી માહિતી મજબૂત સુત્રો દ્વારા મળી રહી છે. મંગળવારે અલ્પેશે ઠાકોર સેનાના હોદ્દેદારો અને સમર્થકો સાથે
 
અલ્પેશ ઠાકોરની સમર્થકો સાથે બેઠક, નવા-જૂનીના એંધાણઃ સૂત્ર

અટલ સમાચાર, મહેસાણા

ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી ઘણા સમયથી નારાજ છે અને આ નારાજગી સમયાંતરે તેઓ વ્યક્ત પણ કરી ચૂક્યા છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણીને ગણતરીનો સમય બાકી હોઈ કોંગ્રેસનો સાથ છોડી શકે તેવી માહિતી મજબૂત સુત્રો દ્વારા મળી રહી છે.

મંગળવારે અલ્પેશે ઠાકોર સેનાના હોદ્દેદારો અને સમર્થકો સાથે તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેના ઉપરથી લાગી રહ્યું છે કે આજે તેઓ કોંગ્રેસને તિલાંજલી આપી અને ભાજપમાં જોડાવા અંગેનો નિર્ણય લઈ શકે છે. ભાજપે પણ તેમને ઓફર કરી હોવાનું મનાઈ રહ્યું છે. જો ભાજપમાં તેઓ જોડાશે તો તેમને મંત્રી પદ મળી શકે છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને કેટલો ફાયદો થશે તે તો સમય જ બતાવશે પરંતુ હાલ તો કોંગ્રેસને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

પ્રદેશ નેતાગીરીથી નારાજગી મુખ્ય કારણ ?

નિષ્ણાતો માની રહ્યા છે કે અલ્પેશ મજબૂરીને કારણે કોંગ્રેસ છોડશે. કારણ કે અલ્પેશ માની રહ્યો છે કે કોંગ્રેસમાં તેનો કોઈ પ્રભાવ રહ્યો નથી. આથી જ પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીથી તે નારાજ છે. દિલ્હીમાં એકમાત્ર રાહુલ ગાંધી તેની વાત સાંભળે છે. બાકી પ્રદેશ નેતાગીરીમાં તેનું કોઈ માન નથી. આથી જ તે કદાચ એવું માની રહ્યો છે કે કોંગ્રેસ રહેશે તો તેની કારકિર્દી ખતમ થઈ જશે. જો ભાજપમાં જોડાશે તો તે કેબિનેટ મંત્રી બનશે અને મોટો નેતા પણ બનશે.