આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે 11 કરોડના ખર્ચે તૈયાર થયેલા દિયોદર કોર્ટના નવા બિલ્ડીંગનો લોકાર્પણ કાર્યક્રમ રવિવારના રોજ  યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ પરેશ ઉપાધ્યાય, તેમજ પાલનપુર કોર્ટના પ્રિન્સિપલ જજ વિક્રમસિંહ ગોહિલના વરદ હસ્તે કાર્યક્રમ યોજાયો હતો. અને પાલનપુર કોર્ટના પ્રિન્સિપલ જજ વિક્રમસિંહ ગોહિલની સાથે બનાસકાંઠા જિલ્લા સરકારી વકીલ સી.જે. રાજપૂત તેમજ દિયોદર બાર એસોસિએશન ના પ્રમુખ બળવંતસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં દિયોદર બાર એસોસિયેશન દ્વારા ફુલદસ્તો, માતાજીની મૂર્તિ, અને શાલ ઓઢાડી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાય દ્વારા નવીન કોર્ટ ખુલ્લી મુકવામાં આવી હતી.

અધતન સુવિધાથી ઉપલબ્ધ થયેલ નવિિન કોર્ટ સંકુલના લોકાર્પણ પ્રસંગે એડીશનલ જજ જે.એન.ઠક્કર અને સીનીયર સિવિલ જજ આર.આર.મિસ્ત્રીની તેમજ દિયોદર બાર એસોસિએશનના પ્રમુખ બળવંતસિંહ વાઘેલા તેમજ સેક્રેટરી સહિત વકીલ મિત્રો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બધાના સાથ સહકારથી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code