20 રૂપિયાની નવી નોટઃ અલોરાનું ગુફા ચિત્ર તેમજ જાણો શું છે અન્ય ખાસીયત

અટલ સમાચાર, ડેસ્ક હવે આપને 20 રૂપિયાની નવી નોટ થોડા દિવસમાં જોવા મળી જશે. RBI શુક્રવારેના રોજ જાહેરાત કરી હતી. તેમાં જણાવેલ કે, 20 રૂપિયાની નવી નોટ લાવવાની વાત કરી હતી. નોટ ઉપર ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર જોવા મળશે. પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવતી અલોરાની ગુફાનું ચિત્રણ હશે. આ નોટનો કલર લીલો અને પીળો બંને
 
20 રૂપિયાની નવી નોટઃ અલોરાનું ગુફા ચિત્ર તેમજ જાણો શું છે અન્ય ખાસીયત

અટલ સમાચાર, ડેસ્ક

હવે આપને 20 રૂપિયાની નવી નોટ થોડા દિવસમાં જોવા મળી જશે. RBI શુક્રવારેના રોજ જાહેરાત કરી હતી. તેમાં જણાવેલ કે, 20 રૂપિયાની નવી નોટ લાવવાની વાત કરી હતી. નોટ ઉપર ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર જોવા મળશે. પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવતી અલોરાની ગુફાનું ચિત્રણ હશે. આ નોટનો કલર લીલો અને પીળો બંને ભેગા જોવા જેમ કે કઈક અલગ જોવા મળી શકે છે મહાત્મા ગાંધીજીની નવી સીરીઝની નોટો હશે. આ નોટ વિશે RBI એ કહ્યું કે, નવી નોટ આવ્યાં બાદ જુની નોટ ચાલુ રહેશે. RBI દ્વારા રજુ કરવામાં આવેલી નવી નોટનો આગળનાં ભાગ પર મહાત્મા ગાંધીનું ચિત્ર વચ્ચે હશે.

RBIના જણાવ્યા મુજબ નોટનાં પાછળની બાજુ જમણી તરફ વર્ષ, સ્વચ્છ ભારતનું સ્લોગન સાથે અન્ય ભાષામાં પટ્ટી હશે. નોટનાં પાછળનાં ભાગમાં ઇલોરા ગુફાનું ચિત્ર હશે અને ભારતની સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિનિધિત્વ કરશે. નોટ 63મિમી પહોળી અને 129 મિમી લાંબી હશે.