આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોનું પ્રમાણ વધી રહયાનું સામે આવ્યુ છે. મહેસાણાના ફતેપુરા બાયપાસ નજીક મંગળવારે બપોરના ૪ વાગ્યાના સુમારે વધુ એક અકસ્માત સર્જાયો હતો.

પેટ્રોલપંપ નજીક એક મોટર સાઇકલ ઉંઝા તરફથી મહેસાણા આવી રહી હતી. આ દરમ્યાન મારૂતિ વાનના ચાલકે રોંગ સાઇડમાં પુરઝડપે આવી બાઇક સવારને સામેથી ટકકર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મારૂતિવાન અને મોટર સાઇકલના ચાલકને ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code